વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 26 ફેબ્રુઆરીના રોજ અમૃત ભારત યોજના હેઠળ 2000 રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ દેશને સમર્પિત કર્યા,આ પ્રોજેક્ટ્સમાં રૂફટોપ પ્લાઝા અને સિટી સેન્ટરો વિકસાવીને સ્ટેશનો પર સુવિધાઓ સુધારવાનો સમાવેશ કરવામાં આવશે ,27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અમૃત ભારત સ્ટેશનોમાં 19 હજાર કરોડ રૂપિયાથી વધુના ખર્ચનું કામ કરવામાં આવશે,સિક્કિમના પ્રથમ રેલવે સ્ટેશનનો શિલાન્યાસ પણ કર્યો, 24 રાજ્યોમાં લગભગ 1500 રોડ ઓવરબ્રિજ અને અંડરબ્રિજનો શિલાન્યાસ કર્યો,આ કાર્યક્રમ 2000થી વધુ રેલવે સ્ટેશનો બનાવવામાં આવશે.