વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડુના પલ્લાડમથી સભા સંબોધતા કોંગ્રેસ,DMK પર પ્રહાર કરતા કહ્યું છેલ્લા 10 વર્ષમાં ભાજપ સરકારે તમિલનાડુને વિકાસ કાર્યો માટે પહેલા કરતા અનેક ગણા પૈસા આપ્યા.એ પણ યાદ રાખવું જોઈએ કે ડીએમકે અને કોંગ્રેસ લાંબા સમયથી એકબીજાના સાથી છે.2004થી લઈ 2014 સુધી ડીએમકેના લોકો કોંગ્રેસની યુપીએ સરકારના મોટા મંત્રાલયોમાં મંત્રી હતા.પરંતુ તે પછી પણ આ લોકોએ તમિલનાડુના લોકોના વિકાસને પ્રાથમિકતા આપી ન હતી.