વડાપ્રધાન નરેન્દ્ર મોદી તામિલનાડુની બે દિવસીય મુલાકાત છે. ત્યારે બીજા દિવસે થૂથુકોડી પહોંચ્યા હતા. જ્યાં તેમણે તમિલનાડુના વિકાસ સાથે જોડાયેલી અનેક પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું હતુ. આ દરમિયાન પીએમ મોદીએ તમિલનાડુમાં વિકાસ ન લાવવા માટે અગાઉની સરકારો પર પણ પ્રહારો કર્યા હતા. વડપ્રધાનના હસ્તે 17,000 કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતુ.પીએમ મોદીએ નવી રેલ્વે લાઇન,ચાર નવા હાઇવે પ્રોજેક્ટ્સ અને 75 દરિયાનો રસ્તો બતાવતા ટાવરના બ્યુટિફિકેશનના કામ પુરૂ થવા પર ઉદ્ઘાટન કર્યું હતુ.તેમાંથી રોડ અને રેલ માટે અંદાજે રૂ.6100 કરોડનો ખર્ચ થયો છે. PM મોદીએ અહીં VO ચિદમ્બરમનાર પોર્ટની ક્ષમતા વધારવા માટે રૂ.7000 કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો.