લોકસભાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારો પસંદગીની કવાયત અંતિમ ચરણમાં છે. ગુજરાતમાં ગઇકાલે મળેલી પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં ચર્ચા કર્યા બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તથા સંગઠન મહામંત્રી રત્નાકર પણ દિલ્હી જવા રવાના થઇ ગયા છે. દિલ્હીની બેઠકમાં આ નામ પર ચર્ચા થશે.નક્કી કરાયેલા તમામ નામ આજે દિલ્હીમાં મળનારી બેઠકમાં રાખવામાં આવશે,આવતીકાલે રાષ્ટ્રીય ભાજપ ચૂંટણી સમિતિની ચૂંટણી સમિતિની દિલ્હીમાં જે બેઠક યોજાવાની છે,તેમાં આ ઉમેદવારોના નામોની ચર્ચા કરવામાં આવશે.