દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત સૌથી લોકપ્રિય અને સૌથી શક્તિશાળી નેતા તરીકે નંબર વન સ્થાન પર આવ્યા છે. હાલમાં જ જાહેર થયેલી 100 પ્રભાવશાળી વ્યક્તિઓમાં મોદી બાદ બીજા નંબરે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહને સ્થાન અપાયુ છે અને ટોપ-10માં આરએસએસના વડા મોહન ભાગવતનો પણ સમાવેશ થયો છે.
ઈન્ડીયન એકસપ્રેસ દ્વારા 2024ના સૌથી શક્તિશાળી 100 વ્યક્તિઓની યાદી તૈયાર કરવામાં આવી છે જેમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચૂડને ટોચના 10 શક્તિશાળી-પ્રભાવશાળી ભારતીયોમાં સમાવેશ કરાયો છે
જયારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને આ યાદીમાં 16મું સ્થાન અને આમ આદમી પાર્ટીના વડા તથા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 18મુ સ્થાન અપાયુ છે. મોદી અને અમીત શાહ પછી ત્રીજા નંબરે સંઘના વડા મોહન ભાગવત ચોથા નંબરે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચૂડ, પાંચમા સ્થાને વિદેશમંત્રી એસ.જયશંકર છઠ્ઠા સ્થાને ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથ સાતમા સ્થાને સંરક્ષણ મંત્રી રાજનાથસિંઘ આઠમા સ્થાને નાણામંત્રી નિર્મલા સીતારામન નવમા સ્થાને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા અને દશમા સ્થાને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને સ્થાન અપાયુ છે જયારે રિલાયન્સના વડા મુકેશ અંબાણી ટોપટેનમાં સામેલ નથી.