ભારતના પરંપરાગત જાડા ધાન્યો શ્રીઅન્નને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર વિશ્વમાં પ્રોત્સાહિત કર્યા,માનવ સ્વાસ્થય માટે આવશ્યક શ્રીઅન્નના મહત્વ અંગે લોકજાગૃતિ કેળવવા રાજ્ય સરકારે 1લી થી ૩ માર્ચ, 2024 દરમિયાન ત્રિ-દિવસીય “મિલેટ મહોત્સવ”નું આયોજન કર્યું છે,સ્વસ્થ થઈને હોસ્પિટલથી ડીસ્ચાર્જ થયા બાદ ગાંધીનગર ખાતે પહોંચતાની સાથે તુરંત જ કૃષિ મંત્રી રાઘવજી પટેલ ફરી એકવાર પ્રજા કલ્યાણના કામમાં જોડાઈ ગયા છે.રાજ્ય સરકાર આયોજિત મિલેટ મહોત્સવ અંગે માહિતી આપતા રાઘવજી પટેલે કહ્યું ગુજરાતના મોટા શહેરોમાં વસતા નાગરિકો મિલેટ એટલે શ્રીઅન્નનું મહત્વ સમજી શકે તે માટે અમદાવાદ,ગાંધીનગર,વડોદરા,રાજકોટ,સુરત,જામનગર,ભાવનગર અને જૂનાગઢને મળી રાજ્યની તમામ આઠ મહાનગર પાલિકા ખાતે મિલેટ મહોત્સવ યોજાશે.