ભારતનું સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ બનવામાં ગુજરાતની અગ્રેસરતાને નવીન બે પ્રકલ્પો મળતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો,વડાપ્રધાને ભારતમાં સેમિકન્ડક્ટર્સ અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગની ઇકોસિસ્ટમ ડેવલોપ કરવાના હેતુથી ગુજરાતમાં બે આસામમાં કુલ ત્રણ સેમિકન્ડક્ટર યુનિટની સ્થાપનાની મંજૂરી ગુરુવારે કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં આપી હતી.ધોલેરામાં સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન યુનિટ તેમજ સાણંદમાં સેમિકન્ડક્ટર ATMP એસેમ્બલી,ટેસ્ટિંગ,માર્કીંગ,પેકેજીંગ યુનિટની સ્થાપનાની મંજૂરી આપવામાં આવી છે.આ બંને યુનિટ- પ્લાન્ટનું કન્સ્ટ્રક્શન વર્ક આગામી 100 દિવસમાં શરૂ થશે.