લોકસભાની ચૂંટણી પહેલા બીજેપી સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે પોતાના એક નિર્ણયથી બધાને ચોંકાવી દીધા છે. ગૌતમ ગંભીરે રાજકારણથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. તેમણે એક્સ માધ્યમ પર તેમના વિચારો વડાપ્રધાન અને બેજેપી પાર્ટીના વરિષ્ઠ નેતા સમક્ષ રાખ્યો છે. તેમણે સોશિયલ મીડિયા હેન્ડલ X પર પોસ્ટ કરીને તેણે કહ્યું કે તે રાજકીય જવાબદારીઓથી મુક્ત થવા માગે છે. અને ક્રિકેટ કરિયરમાં ફોક્સ કરવા માંગે છે. તેમણે પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાને તેમની ફરજમાંથી મુક્ત કરવાની અપીલ કરી છે. તેમણે પીએમ મોદી અને અમિત શાહનો પણ આભાર માન્યો હતો.
મહત્વનું છે ગૌતમ ગંભીર પૂર્વ દિલ્હીથી લોકસભા સાંસદ છે. તેમની પોસ્ટથી સ્પષ્ટ છે કે તેઓ આ વખતે સામાન્ય ચૂંટણી નહીં લડે. ઉલ્લખનીય છે કે 22 માર્ચ 2019ના રોજ તેઓ કેન્દ્રીય પ્રધાનો અરુણ જેટલી અને રવિશંકર પ્રસાદની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.ગત લોકસભા ચૂંટણીમાં તેમને પૂર્વ દિલ્હી બેઠક પરથી કોંગ્રેસના નેતા અરવિંદર સિંહ લવલી અને આમ આદમી પાર્ટીના આતિશી માર્લેનાની સામે ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા. જેમાં તેમણે જીત મેળવી હતી. ગૌતમ ગંભીરને 696,158 વોટ મળ્યા હતા.
ગંભીરની રાજકીય કારકિર્દી લગભગ પાંચ વર્ષ સુધી ચાલી હવે તેમણે સ્વેચ્છાએ રાજકીય જવાબદારી માંથી મુક્ત થવાની વિનંતી કરી છે. ગંભીરે X પર પોસ્ટ કરીને લખ્યું, ‘મેં માનનીય પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાને વિનંતી કરી છે કે તેઓ મને મારી રાજકીય ફરજોમાંથી મુક્ત કરે જેથી હું મારી ક્રિકેટ પ્રતિબદ્ધતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકું. મને લોકોની સેવા કરવાની તક આપવા બદલ હું વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ જીનો હૃદયપૂર્વક આભાર માનું છું. જય હિંદ!’