વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા પહોંચ્યા હતા. અહીં તેમણે હાવડા મેદાન અને એસ્પ્લેનેડ વચ્ચે અંડરવોટર મેટ્રોને લીલી ઝંડી બતાવી હતી. આ સિવાય વડાપ્રધાન મોદીએ 6 અન્ય મેટ્રો ટ્રેનો શરૂ કરી, જેમાં કવિ સુભાષ મેટ્રો, માજેરહાટ મેટ્રો, કોચી મેટ્રો, આગ્રા મેટ્રો, મેરઠ-આરઆરટીએસ સેક્શન અને પુણે મેટ્રોનો સમાવેશ થાય છે. આ દરમિયાન મોદીએ અંડરવોટર મેટ્રોમાં સ્કૂલના બાળકો સાથે સફર કરી હતી.
પાણીની અંદરની મેટ્રો કેટલી ખાસ છે?
હાવડા અને એસ્પ્લેનેડ વચ્ચે પાણીની અંદરની મેટ્રો માટે ટનલની કુલ લંબાઈ 4.8 કિલોમીટર છે. આમાં હુગલી નદીથી 30 મીટર નીચે 1.2 કિલોમીટરની ટનલ બનાવવામાં આવી છે. આ મેટ્રો હાવડાને પૂર્વ કિનારે સોલ્ટ લેક શહેર સાથે જોડશે. આ મેટ્રો 6 સ્ટેશનો પર ઉભી રહેશે જેમાંથી 3 અંડરગ્રાઉન્ડ સ્ટેશન છે. જણાવી દઈએ કે અંડરવોટર મેટ્રો હુગલી નદીની નીચે 45 સેકન્ડમાં 520 મીટરનું અંતર કાપશે.