ઇન્ડિયન ગ્લોબલ ફોરમના ફાઉન્ડર વિક્રમ ચંદ્રાએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે ખાસ વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન અમિત શાહે આતંકવાદ અને ઉગ્રવાદના મુદ્દા પર કહ્યું કે, “દેશમાં આ પ્રકારની ઘણી સમસ્યાઓ હતી.પરંતુ મોદી સરકારે ઉગ્રવાદીઓ સાથે વાતચીતના દરવાજાઓ ખોલ્યા અને જે લોકો મુખ્ય પ્રવાહમાં આવવા માંગતા હતા તેમને લાવવામાં આવ્યા છે.
વધુમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે લગભગ 9,000 યુવાનોએ શસ્ત્રો છોડી દીધા છે. અને મુખ્ય પ્રવાહમાં જોડાઇ ગયા છે. સરકારે 20 કરાર કર્યા અને તે પછી જો કોઈ શસ્ત્રો છોડીને આગળ વધવા માંગતુ હોય તેવા લોકો માટે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે”
સાથે સાથ અમિત શાહે કહ્યું કે કેન્દ્રએ મોટા કાયદાકીય ફેરફારો કર્યા અને એજન્સીઓનું મનોબળ વધાર્યું અને એજન્સીઓને આધુનિક શસ્ત્રો આપ્યા. જેના થકી જે સમસ્યા ખૂબ મોટી લાગતી હતી તે 10 વર્ષમાં 70 ટકા ઘટી ગઇ અને અમિત શાહે દાવો કર્યો છે કે આવતા બે વર્ષમાં ભારત ડાબેરી ઉગ્રવાદથી મુક્ત થઈ જશે.