લોકસભાની ચૂંટણીને લઇને ભાજપ દ્વારા અબકી બાર 400 પાર સ્લોગન સાથે ચૂંટણી પ્રચારનું રણશીંગુ ફુંકાઇ ચૂક્યુ છે. ત્યારે ભાજપની લોકસભાની ઉમેદવારની પ્રથમ યાદી બહાર પડી ગઇ છે.ભારતીય જનતા પાર્ટી દ્વારા પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર થયા બાદ પ્રથમ વખત ડો.મનસુખ માંડવિયા પોરબંદરની મુલાકતે આવ્યા હતા. જ્યાંથી સત્ય અને અહિંસાના મૂર્તિ એવા મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ કીર્તિ મંદિરથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા.તેમની સાથે પ્રચારમાં કાર અને બાઇકોનો વિશાળ કાફલો જોડાયો હતા. હજારોની સંખ્યામાં તેમના કાર્યકર્તા અને સમર્થકો જોડાયા હતા.
કીર્તિમંદિર ખાતેથી મીડિયા સાથેની વાતચીતમાં મનસુખ માંડવિયાએ જણાવ્યું કે મહાત્માં ગાંધી સત્ય અને અહિંસાની મૂર્તિ છે. મુલ્યનિષ્ઠ જાહેર જીવન કેવુ હોય ,મુલ્ય નિષ્ઠ રાજનીતીના પ્રેરણાના સ્ત્રોત છે. સમગ્ર વિશ્વમાં શાંતિ સત્ય અને અહિંસાના માર્ગે રાજ્કીય અને આઝાદીની લડત લડી શકાય તે મહાત્મા ગાંધીજીએ દેશ અને દુનિયામાં સ્થાપિત કર્યુ. મનસુખ માંડવિયાએ પોરબંદરથી ચૂંટણી લડવાને લઇ કહ્યુ મને ખુશી છે કે ભારતીય જનતા પાર્ટીએ મને લોકસભા ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા માટેનો આદેશ આપ્યો છે. ત્યારે આજે કિર્તિ મંદિર મહાત્મા ગાંધીજીની જન્મભુમિની મુલાકાત લઇને મહાત્મા ગાંધીને વંદન કરીને તેમના ચિંધ્યા રાહ ઉપર ચૂંટણીના પ્રચાર શરૂ કર્યા છે.
મહત્વનું છે કે મનસુખ માંડવિયાએ જે પોરબંદરથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે ત્યારે પ્રથમ દિવસે જે તેમને લોકોનો અપાર પ્રેમ મળ્યો હતો. પોરબંદર સહિત આસપાસના ગામોની જનતાએ તેમનું પુષ્પોની છોળો ઉછાળી ભાવભર્યુ સ્વાગત કર્યુ હતુ. તેમણે ભૂતકાળમાં ભાવનગર જિલ્લાના અલંગ પાસે મણારથી સણોસદા સુધી 140 કિમીની ગાંધી પદયાત્રી કરી હતી. જેમાં હજારો લોકો સ્વંયભુ તેમની સાથે જોડાયા હતા. જ્યાં તેમને લોકોનો જબરો પ્રતિસાદ મળ્યો હતો. મનસુખ માંડવિયાની તાલુકા પંચાયતથી લઇ સાંસદ સભ્યના ઉમેદવાર સુધીની સફર ખુબ જ શ્રેષ્ઠ રહી .તેમણે ડગલેને પગલે જનકલ્યાણના કાર્ય કર્યા. તેમના શાંત અને સરળ સ્વભાવ થકી તેઓ આજે જન જનના દિલોમાં વસ્યા છે. જેનો પ્રતિબિંબ આજની તેમની પ્રચાર યાત્રામાં જોવા મળ્યુ…..