વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુરુગ્રામથી દેશભરમાં ફેલાયેલા અને રૂ. 1 લાખ કરોડના અંદાજે 112 નેશનલ હાઈવે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. વડાપ્રધાન મોદી દ્વારકા એક્સપ્રેસ વેના હરિયાણા વિભાગનું પણ ઉદ્ઘાટન કરશે. 10 માર્ચે 96માં એકેડેમી એવોર્ડ 2024 લોસ એન્જલસમાં તે ડોલ્બી થિયેટરમાં યોજાઈ રહ્યું છે. અભિનેતા રોબર્ટ ડાઉની જુનિયરને ‘ઓપનહેઇમર’ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ઓસ્કાર મળ્યો છે.ગોરખપુરથી લખનૌ વાયા અયોધ્યા આવતી વંદે ભારત એક્સપ્રેસ પ્રયાગરાજ સુધી લંબાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લીલી ઝંડી બતાવશે.ભાજપ અને તેના સહયોગી પક્ષોના ઉમેદવારો સોમવારે સવારે 11 વાગ્યે વિધાન ભવનમાં વિધાન પરિષદની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવશે.