કારોબારી સપ્તાહ દરમિયાન શેરબજારમાં પ્રારંભિક કારોબારમાં ઉતાર -ચઢાવ જોવા મળ્યો છે. આ વચ્ચે નિફટી રેકોર્ડ સપાટીએ ખુલ્યો હતો. મુખ્ય સૂચકાંકો થોડી તેજી સાથે શરૂ થયા પણ તેજી ટકી નહીં અને વધ-ઘટજોવા મળ્યો હતો. ગિફ્ટ નિફ્ટી 22600 ની નજીક ટ્રેડ થઈ રહ્યો છે. આ પહેલા શુક્રવારે સેન્સેક્સ 33 પોઈન્ટના મામૂલી વધારા સાથે 74,119 પર બંધ થયો હતો.શેરબજારમાં ઘણા મલ્ટિબેગર સ્ટોક્સ છે, જેણે રોકાણકારોને ટૂંકા સમયમાં સમૃદ્ધ બનાવ્યા છે. જ્યારે કેટલાકે લાંબા ગાળામાં ઉત્તમ વળતર આપ્યું છે. આજે અમે એવા જ એક સ્ટોક વિશે માહિતી આપી રહ્યા છીએ, જેણે લગભગ 4 વર્ષમાં 64,766.44% થી વધુ વળતર આપ્યું છે. આ સમયગાળા દરમિયાન આ શેરે રોકાણકારોને કરોડપતિ બનાવ્યા છે.અમે વાત કરી રહ્યા છીએ ઈન્ટિગ્રેટેડ ઈન્ડસ્ટ્રીઝ લિ.ના શેર વિશે. આ કંપનીના શેર પાંચ વર્ષ પહેલા 29 માર્ચ 2019ના રોજ 1.46 રૂપિયા પ્રતિ શેરના ભાવે હતા, પરંતુ આજે આ શેર 655 રૂપિયા પર પહોંચી ગયા છે