વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણાના ગુરુગ્રામથી દેશના પ્રથમ એલિવેટેડ એક્સપ્રેસ વે દ્વારકા એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યુ.વડાપ્રધાન મોદીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી દેશના પ્રથમ એલિવેટેડ એક્સપ્રેસ વેની કેટલીક તસવીરો શેર કરી છે. એલિવેટેડ 8 લેન એક્સેસ કંટ્રોલ એક્સપ્રેસ વે અંદાજે રૂપિયા 9000 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે.તેની પાસે 9 કિલોમીટર લાંબો,34 મીટર પહોળો એલિવેટેડ રોડ છે જેમાં સિંગલ પિલર પર આઠ લેન છે.કુલ 29.5 કિમી એક્સપ્રેસ વેમાંથી 19 કિમી ગુરુગ્રામમાંથી પસાર થાય છે.તેમજ દિલ્હીમાં લગભગ નવ કિલોમીટરનું પેચ વર્ક જૂન મહિના સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે.
હરિયાણામાં, આ એક્સપ્રેસ વે પટૌડી રોડ SH-26 પર હરસરુ પાસે અને ફારુખનગર SH-15A માં બસાઈ નજીક મળશે.
આ ઉપરાંત તે ગુરુગ્રામના સેક્ટર-88 બી નજીક અને ભરથલ ખાતે દિલ્હી-રેવાડી રેલ્વે લાઇનને પણ પાર કરશે.એક્સપ્રેસ વે સેક્ટર 88,83,84,99,113ને દ્વારકા સેક્ટર-21 સાથે ગુરુગ્રામ જિલ્લામાં સૂચિત ગ્લોબલ સિટી સાથે જોડશે.
આ 16 લેન એક્સપ્રેસ વે પર 34 ટોલ ગેટ બનાવવામાં આવ્યા છે.તે એવી રીતે તૈયાર કરવામાં આવ્યા છે કે તેમાંથી પસાર થતા ટ્રાફિકમાં કોઈ નડતર ન થાય.સાથે જ આ એક્સપ્રેસ વે પરનો સર્વિસ રોડ પણ ફોર લેનનો છે.
દ્વારકા એક્સપ્રેસ વેની લંબાઈ હરિયાણા ભાગમાં 18.9 કિલોમીટર અને દિલ્હી ભાગમાં 10.1 કિલોમીટર છે.ફ્લાયઓવરની ઉપર ટનલ,અંડરપાસ અને ફ્લાયઓવર હશે.ગુરુગ્રામ અને દિલ્હીના IGI એરપોર્ટ વચ્ચે કનેક્ટિવિટી વધુ સારી રહેશે.તેમજ ગુરુગ્રામ અને NCR પ્રદેશને સીધો લાભ મળશે.નવા સેક્ટરમાં રહેતા લોકોને પણ આ એક્સપ્રેસ વેથી ફાયદો થશે.
એક્સપ્રેસ વેને ચાર ભાગમાં વહેંચવામાં આવેલ છે.જેમાં પહેલો ભાગ મહિપાલપુર નજીકની શિવ મૂર્તિથી દ્વારકા સુધી.બીજો ભાગ દ્વારકા અર્બન એક્સટેન્શન રોડથી બજઘેરા સુધી.ત્રીજો ભાગ બજઘેરાથી બસાઈ રેલ ઓવરબ્રિજ દિલ્હી-હરિયાણા બોર્ડર સુધી અને ચોથો ભાગ બસાઈ આરઓબીથી ખેરકી દૌલા સુધીનો છે.તેમાં ગુરુગ્રામમાં આવતા હાઇવેના ભાગ પર ક્લોવરલીફ ઇન્ટરચેન્જનો સમાવેશ થાય છે,તે ખેરકી દૌલા નજીક દિલ્હી-ગુરુગ્રામ એક્સપ્રેસવે (NH-48) અને સધર્ન પેરિફેરલ રોડને જોડશે.