.વડાપ્રધાન મોદી આજે એશિયાની સૌથી મોટી ફિલ્ડ ફાયરીંગ રેન્જ પોખરણમાં પહોંચ્યા હતાં. અંતે ભારતીય સેના તરફથી આયોજિત ‘ભારત શક્તિ’ યુદ્ધાભ્યાસન પીએમ મોદી સાક્ષી બન્યા હતા. વડાપ્રધાને અહીં સેનાની ત્રણેય પાંખના જવાનોના યુદ્ધાભ્યાસને નિહાળ્યો હતો. આ તકે વડા પ્રધાને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપેયીના વડાપ્રધાન કાળમાં પોખરણમાં કરવામાં આવેલા અણુ ધડાકાને યાદ કરીને જણાવ્યું હતું કે ભારતના દરેક લોકોને પોખરણ સાથે લાગણીભર્યા સંબંધ છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ વડાપ્રધાન મોદી પોખરણ જિલ્લામાં આવેલ એશિયાના સૌથી મોટા ફિલ્ડ ફાયરીંગ રેન્જમાં આવી પહોંચ્યા હતાં. ‘ભારત શક્તિ’ યુદ્ધાભ્યાસ ભારતીય સૈન્યની ત્રણેય પાંખ ભૂમિદળ નૌસેના અને વાયુદળ દ્વારા આયોજિત થયો હતો. આ યુદ્ધાભ્યાસ દરમિયાન ભારતીય સેનાએ સ્વદેશમાં નિર્મિત હથિયાર પ્રણાલીઓ લડાયક વિમાન, મિસાઇલ લોન્ચર, રોબોટિક વગેરેનું પ્રદર્શન વડાપ્રધાન મોદીની હાજરીમાં કરવામાં આવ્યું હતું. અહીં ભૂમિ, વાયુ, સમુદ્ર, સાઇબટ અને અંતરિક્ષ કાર્ય ક્ષેત્રના ખતરોનો સામનો કરવા માટે ભારતીય સશસ્ત્ર દળોની ક્ષમતાઓ પ્રદર્શિત કરતા મલ્ટી ડોમેન પ્રચલનોનું અનુકરણ કરાયું હતું.
સ્વદેશી હથિયારો સાથે સેનાએ દેખાડ્યું પરાક્રમ: અહીં વડાપ્રધાન મોદીની હાજરીમાં યુદ્ધાભ્યાસમાં મુખ્ય ઉપકરણો અસ્ત્ર-શસ્ત્રમાં ભારતીય સેનાના અનેક હથિયારોની સાથે જ ટી-90 (આઇએમ) ટેન્ક, ધનુષ અને સારંગ ગજા સિસ્ટમ, આકાશ અસ્ત્ર પ્રણાલિ અને હવાઇ ક્ષમતાઓના પફોર્મન્સ રજુ કરાયા હતાં. આ યુદ્ધાભ્યાસમાં નૌસેના એન્ટી એટ્સ્કિ મિસાઇલ, કાર્ગો લઇ જતા હવાઇ વાહન અને એકસપાન્ડેબલ એરિયલ ટાર્ગેટને પણ પ્રદર્શિત કરાયા હતા.