કેન્દ્ર સરકાર દ્વારા ફાર્માસ્યુટિકલ કંપનીઓને કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી,આ માર્ગદર્શિકા હેઠળ ફાર્માસ્યુટિકલ કંપની અથવા તેના એજન્ટ કોઈપણ ડૉક્ટર અથવા તેના પરિવારના સભ્યોને કોઈ ભેટ આપશે નહીં,આ ઉપરાંત વિદેશ પ્રવાસનો પ્રસ્તાવ મૂકવો પણ ગુનાની શ્રેણીમાં આવશે,દેશભરના ફાર્માસ્યુટિકલ એસોસિએશનોને લખેલ પત્રમાં કેન્દ્રીય રસાયણ,ખાતર મંત્રાલયના સંયુક્ત સચિવ રવીન્દ્ર પ્રતાપ સિંહે કહ્યું કે તમામ એસોસિએશને એક નૈતિક સમિતિની રચના કરવી પડશે,અને તેમની સત્તાવાર વેબસાઇટ પર UCPMP પોર્ટલનો પણ ઉલ્લેખ કરવો પડશે.