એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ED એ દિલ્હી એક્સાઇઝ પોલિસી 2021-22 કેસમાં અનિયમિતતા સંબંધિત મની લોન્ડરિંગ તપાસમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલને 9મું સમન્સ જારી કર્યું છે. તેમને 21 માર્ચે તપાસમાં જોડાવા માટે કહેવામાં આવ્યું છે.
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી જામીન મળ્યાના એક દિવસ બાદ જ કેન્દ્રીય એજન્સી EDએ દિલ્હીના મુખ્યમંત્રીને સમન્સ મોકલ્યા છે.એજન્સીએ તેમને 21 માર્ચે પૂછપરછ માટે બોલાવ્યા છે. સીએમ કેજરીવાલને મોકલવામાં આવેલ આ 9મું સમન્સ છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ફરી એકવાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યું છે.આ 9મી વખત છે જ્યારે કેન્દ્રીય એજન્સીએ તેમને સમન્સ મોકલ્યા છે.તેમને 21 માર્ચે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.અગાઉના સમન્સ પર હાજર ન થવાના કેસમાં શનિવારે જ તેને જામીન મળી ગયા હતા.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે ED એ ફરી એકવાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ પાઠવી પૂછપરછ માટે બોલાવ્યા છે. ED એ 21 માર્ચના રોજ હાજર થવા આ સમન્સ પાઠવ્યુ છે.
દિલ્હી રાઉઝ એવન્યુ કોર્ટમાંથી અરવિેંદ કેજરીવાલને અગાઉના સમન્સમાં હાજર ન રહેવાના કેસમાં હજી તો ગત રોજ શનિવારે જ રાહત સ્વરૂપે જામીન મળ્યા છે ત્યાં તો ED એ ફરીએક એટલે કે 9 મું સમન્સ પાઠવ્યુ છે.ત્યારે અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી શકે છે.
નોંધનિય છે કે કેન્દ્રિય એજન્સીએ 2 નવેમ્બર 2023ના રોજ અરવિંદ કેજરીવાલને પહેલું સમન્સ મોકલ્યું હતું પરંતુ તેઓ હાજર થયા ન હતા.આ પછી એજન્સીએ તેમને 21 નવેમ્બર,3 જાન્યુઆરી,18 જાન્યુઆરી,2 ફેબ્રુઆરી,19 ફેબ્રુઆરી,26 ફેબ્રુઆરી અને 4 માર્ચે આઠમું સમન્સ મોકલ્યું હતું.સીએમ કેજરીવાલ કોઈ સમન્સ પર હાજર ન થયા અને કેન્દ્ર સરકાર પર એજન્સીનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો.આમ આદમી પાર્ટી અને દિલ્હીના મુખ્યમંત્રીનો દાવો છે કે કેન્દ્રીય એજન્સી ED તેમની ધરપકડ કરવા માંગે છે.
દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસની તપાસમાં સામેલ થવા માટે મોકલવામાં આવેલા સમન્સના ભંગ પર ED કોર્ટમાં પહોંચી હતી.તેની સામે બે ફરિયાદો કરવામાં આવી હતી અને ત્યારબાદ તે શનિવારે કોર્ટમાં હાજર થયા.અગાઉની સુનાવણીમાં મુખ્યમંત્રી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેન્ચ સમક્ષ હાજર થયા હતા.જો કે,રાઉઝ એવન્યુ કોર્ટે સ્વીકાર્યું કે તેની સામેના કેસ જામીનપાત્ર છે અને કુલ રૂ. 50,000ના બે બોન્ડ પર તેને જામીન આપ્યા છે.