હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી,દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે. અંબાલાલના આગાહી મુજબ માર્ચના અંતમાં અને એપ્રિલમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ગુજરાતમાં 26 માર્ચ થી 26 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો અને વંટોળ જેવી મુશ્કેલીઓ આવવાના એંધાણ છે. આ દિવસોમાં ગુજરાતમાં ફરી વાદળો ઘેરાશે અને વરસાદની આગાહી કરવામા આવી છે.