સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ,SBIએ નિર્ધારિત સમયમર્યાદા એટલે કે 21 માર્ચે સાંજે 5 વાગ્યા પહેલા ચૂંટણી બોન્ડ સંબંધિત તમામ માહિતી ઉપલબ્ધ કરાવી છે.આ માહિતીમાં બોન્ડનો આલ્ફા ન્યુમેરિક નંબર એટલે કે યુનિક નંબર,બોન્ડની કિંમત,ખરીદનારનું નામ,પેમેન્ટ મેળવનાર પાર્ટીનું નામ, પાર્ટીના બેંક એકાઉન્ટ નંબરના છેલ્લા ચાર અંક,રિડીમ કરેલા બોન્ડની કિંમત-નંબરનો સમાવેશ થાય છે.
સુપ્રીમ કોર્ટની કડકાઈ બાદ SBIએ ઈલેક્ટોરલ બોન્ડનો વિગતવાર ડેટા ચૂંટણી પંચને સોંપ્યો પછી ચૂંટણી પંચે તેને તેની સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરી છે.આ પહેલા SBIએ અપૂર્ણ ડેટા આપવામાં આવ્યો હતો.તેના પર સુપ્રીમ કોર્ટે કડક નિર્દેશ આપતા કહ્યું કે બેંક સંપૂર્ણ માહિતી આપે.કોર્ટે બેંકને તે માહિતી સાર્વજનિક કરવા પણ કહ્યું જેથી હવે આ માહિતી ચૂંટણી પંચની વેબસાઈટ પર પણ જાહેર થઈ ગઈ છે.મતલબ કે હવે કોઈ પણ જોઈ શકશે કે કઈ વ્યક્તિ કે કંપની દ્વારા કઈ પાર્ટીને કેટલા પૈસા દાન કરવામાં આવ્યા છે.
SBIના ચેરમેને સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી કહ્યું કે કોર્ટના આદેશ મુજબ અમે ઈલેક્ટોરલ બોન્ડ સંબંધિત તમામ માહિતી ઉપલબ્ધ કરાવી દીધી છે.જોકે સાયબર સુરક્ષાને ધ્યાનમાં રાખીને,રાજકીય પક્ષનો સંપૂર્ણ બેંક એકાઉન્ટ નંબર,પક્ષ અને બોન્ડ ખરીદનારની KYC વિગતો જાહેર કરી નથી.
નોંધનિય છે કે ઈલેક્ટોરલ બોન્ડ પર સુપ્રીમ કોર્ટના નિર્ણયના એક મહિના પછી પણ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તેના ડેટાને યોગ્ય રીતે જાહેર કરી શકી નથી.કોર્ટે SBIને ફરી ઠપકો આપવો પડ્યો.મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચુડે પૂછ્યું હતું કે શું બેંક કોર્ટના નિર્ણયને સમજી શકી નથી?
સોમવારની સુનાવણીમાં મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડે બેંકો અને કંપનીઓ વતી હાજર રહેલા વકીલોને નિર્દેશ આપ્યો કે SBIને 21 માર્ચે સાંજે 5 વાગ્યા પહેલા બોન્ડ સંબંધિત તમામ ડેટા જાહેર કરવા આદેશ આપે. નિર્ણય અનુસાર, બેંક બોન્ડનો ડેટા ચૂંટણી પંચને સોંપવાનો હતો,જેને પંચની સાઇટ પર પ્રકાશિત કરવામાં આવશે,જેથી સામાન્ય માણસ પણ તેને જોઈ શકે.
જોવા માટે કરો ક્લિક: ઈલેક્ટોરલ બોન્ડને રોકડ કરતા પક્ષોની સંપૂર્ણ યાદી
https://www.scribd.com/document/715696413/EB-Purchase-Details#fullscreen&from_embed
https://www.scribd.com/document/715692462/EB-Purchase-Details#fullscreen&from_embed