લોકસભાની ચૂંટણી પહેલા દેશમાં પક્ષ પલટાની મોસમ શરૂ થઇ છે. રાજનિતિમાં એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવું ચુંટણી સમયે બનતુ હોય છે. હવે પંજાબમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. જાણવા મળ્યા મુજબ રવનીત બિટ્ટુ હાલમાં લુધિયાણાના સાંસદ છે અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નજીકના માનવામાં આવતા હતા. બીજેપીના વરિષ્ઠ નેતા વિનોદ તાવડેએ મંગળવારે સાંજે ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલયમાં પાર્ટીના સભ્ય તરીકે રવનીત બિટ્ટુનું સ્વાગત કરી પુષ્પગુચ્છથી આવકાર્યા હતા.
રવનીત બિટ્ટુની ગણતરી પંજાબના દિગ્ગજ નેતાઓમાં થતી હતી. તેઓ ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા છે. તેઓ વર્ષ 2009માં આનંદપુર સાહિબ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ પછી, 2014 અને 2019 ની લોકસભા ચૂંટણીમાં તેણે પ્રચંડ જીત મેળવી હતી.