આજે EDની ટીમ અરવિંદ કેજરીવાલને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં લઈ ગઈ હતી.જ્યાં સુનાવણી દરમિયાન બંને પક્ષો તરફથી દલીલો કરવામાં આવી હતી. આ પછી કોર્ટે કેજરીવાલના પાંચ દિવસના ED રિમાન્ડ મંજૂર કર્યા. છે. ઉલ્લેખનીય છે કે કથિત દારૂ કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના સીએમ કેજરીવાલના ED રિમાન્ડનો આજે છેલ્લો દિવસ હતો.