કોંગ્રેસે ગઇકાલે 12મી યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતની ત્રણ બેઠકો સુરેન્દ્રનગર,જૂનાગઢ અને વડોદરા બેઠકના ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. જેમાં કોંગ્રેસે આ ત્રણ બેઠક પર 2022ની વિધાનસભા ચૂંટણીમાં હારેલા ઉમેદવારને ટિકિટ આપી છે.કોંગ્રેસે રાજ્યની 26 બેઠકોમાંથી 22 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જ્યારે મહેસાણા, અમદાવાદ પૂર્વ,નવસારી અને રાજકોટ પર નામ જાહેર કરવાના બાકી છે.કોંગ્રેસે જાહેર કરેલા ગુજરાતની ત્રણ બેઠકો પર ઉમેદવારના નામમાં સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણા, જૂનાગઢથી હીરાભાઈ જોટવા,વડોદરાથી જસપાલસિંહ પઢિયારને ટિકિટ આપી છે.
કોંગ્રેસે સુરેન્દ્રનગરની બેઠકના ઉમેદવાર વિશે જાણો
કોંગ્રેસે 2017ની વિધાનસભા ચૂંટણ જીતેલા અને 2022માં વિધાનસભા ચૂંટણી હારેલા ઋત્વિક મકવાણાને સુરેન્દ્રનગરથી ટિકિટ આપી મેદાને ઉતાર્યા છે. 48 વર્ષના ઋત્વિક મકવાણાએ ડી.બી.એડ સુધી અભ્યાસ કર્યો છે.તેઓ યુવા, શિક્ષિત અને તળપદા કોળી જ્ઞાતિના જાણિતા ચહેરા હોવાથી કોંગ્રેસે સુરેન્દ્રનગર બેઠક પર તેમને ઉતાર્યા છે.
જૂનાગઢ બેઠક પર હીરાભાઈ જોટવા મેદાને
કોંગ્રેસે જૂનાગઢ બેઠક પરથી હીરાભાઈ જોટવાને ટિકિટ આપી છે.તેમની રાજકીય કારકિર્દીની વાત કરીએ તો તેમણે માત્ર 23 વર્ષની ઉંમરે સરપંચની ચૂંટણી જીતી હતી.56 વર્ષિક હીરાભાઈએ સનાતક કર્યુ છે. તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સેક્રેટરી હોવા ઉપરાંત હાલ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા પંચાયતના વિરોધપક્ષના પૂર્વ નેતા છે. અને તેઓ આહિર સમાજના અગ્રણી છે.
આ વખતેની હાઇક્લાસ બેઠક એટલે વડોદરા
કોંગ્રેસે વડોદરામાં ભાજપના ઉમેદવાર હેમાંગ જોષી સામે જસપાલસિંહ પઢિયારને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.42 વર્ષિય જસપાલ 12 પાસ છે. અને તેઓ હાલ વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે.તેઓ 2017માં પાદરા બેઠક પરથી ચૂંટણી જીતી ધારાસભ્ય બન્યા હતા.એવું કહેવાય છે કે જસપાલસિંહ યુવા અને ક્ષત્રિય ચહેરો છે.આ ઉપરાંત વાઘોડિયા અને સાવલી તાલુકામાં ક્ષત્રિ સમાજના મતદારોની સંખ્યા વધુ હોવાથી કોંગ્રેસે તેમના પર પસંદગી ઉતારી છે.