ભાજપે બુધવારે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની 10મી યાદી જાહેર કરી છે. જેમાં ઘણા મોટા નેતાઓની ટિકિટો રદ્દ કરવામાં આવી છે. ભાજપે ચંદીગઢથી ફિલ્મ અભિનેત્રી અને અનુપમ ખેરની પત્ની કિરણ ખેરની ટિકિટ રદ કરી છે અને તેમના સ્થાને સંજય ટંડનને ઉમેદવાર બનાવ્યા છે. ઉત્તર પ્રદેશના અલાહાબાદથી વર્તમાન સાંસદ રીટા બહુગુણા જોશીની ટિકિટ રદ કરીને કેસરીનાથ ત્રિપાઠીના પુત્ર નીરજ ત્રિપાઠીને ટિકિટ આપવામાં આવી છે.
ટિકિટ કોને મળી?
ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ સામે રાજ્યના પ્રવાસન મંત્રી જયવીર સિંહને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. બલિયાથી વર્તમાન સાંસદ વીરેન્દ્ર સિંહ મસ્તની ટિકિટ રદ કરીને પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરના પુત્ર નીરજ શેખરને ટિકિટ આપવામાં આવી છે. ગાઝીપુરમાં ભાજપે મુખ્તાર અંસારીના ભાઈ અફઝલ અન્સારી સામે પારસનાથ રાયને મેદાનમાં ઉતાર્યા છે. પશ્ચિમ બંગાળના આસનસોલમાં ભાજપે શત્રુઘ્ન સિંહા સામે એએસ અહલુવાલિયાને મેદાનમાં ઉતાર્યા છે.
ભાજપની યાદી જુઓ