ગુજરાત સરકારે મદરેસાનુ આધુનિકરણ કરવા માટે એક મોટો નિર્ણય કર્યો છે. ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગે મદરેસામાં અભ્યાસ કરતા 7000 વિદ્યાર્થીઓને શાળાકીય શિક્ષણ આપવાનો નિર્ણય લીધો છે. ભારતમાં આવુ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે.
હાઈલાઈટ્સ
મદરેસાને લઈને ગુજરાત સરકારનો મોટો નિર્ણય
7000 વિદ્યાર્થીઓને શાળાકીય શિક્ષણ આપશે
ભારતમાં આવુ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું
સરકારે બાળકોને શિક્ષણ આપવા માટે મેપિંગ કર્યું
નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સે ભારતના દરેક રાજ્યોને એક સરક્યુલર મોકલીને પુછ્યું હતું કે, નોન હિંદુ બાળકો કેવી રીતે શિક્ષણ મેળવી રહ્યા છે? ગુજરાતના શિક્ષણ વિભાગના કમિશનરે આનો જવાબ આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં મદરેસા બોર્ડ જેવું કઇ નથી. ગુજરાત સરકારે 7000 બાળકોને શિક્ષણ આપવા માટે મેપિંગ કર્યું હતું. જેમાં એ જાણવાની કોશિશ થઇ હતી કે મદરેસાનું સંચાલન કોણ કરી રહ્યું છે? પગાર અને આવકનો સોર્સ શું છે? મદરેસાના વિદ્યાર્થીઓને મુખ્ય પ્રવાહમાં લાવીને શાળાકીય શિક્ષણ રાજ્ય સરકાર આપશે.