હાઈલાઈટ્સ :
– 5 જૂને માધવરાવ સદાશવરાવ ગોલવલકરજીની આજે પુણ્યતિથિ
– RSSના દ્વિતિય સરસંઘ ચાલક રહ્યા માધવરાવ ગોલવલકરજી
– માધવરાવ સદાશવરાવ ગોલવલકરજી શ્રીગુરૂજી તરીકે વધુ જાણીતા
– મહાન વિચારક અને શક્તિશાળી ભારત માટે જીવનભર કાર્ય કર્યુ
– ગુરૂજીનો જન્મ 19 ફેબ્રુઆરી 1909 ના રોજ થયો હતો
– કાશી વિદ્યાભ્યાસ કર્યા બાદ તેઓ ગુરૂજી તરીકે ઓળખાયા
આજે 5 જૂન એટલે મહાન વિચારક અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંધની દ્રિતિય સર સંઘચાલક માધવરાવ સદાશિવરાવ ગોલવલકરજીની પુણ્યતિથિ છે.ગુરૂજી તરીકે જાણીતા એવા માધવરાવ ગોલવલકરજીના જીવન ચરિત્ર પર એક નજર કરીએ કે તેઓ જીવન પર્યંત રાષ્ટ્રકાર્ય માટે કેવી રીતે પ્રવૃત્ત રહ્યા.
ભગવાન શ્રી કૃષ્ણએ ગીતા સંદેશમા અર્જુનને સંબોધીને એક વાક્ય કહ્યુ હતુ. કે ” સંઘ શક્તિ કલીયુગે” અર્થાત કળીયુગમાં સૌથી તાકાતવર સંઘ કે સંગઠન શક્તિ જ હશે.અને એટલે જ આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશ્વના મોટા સંગઠનો પૈકીનું મોટુ સંગઠન બની રહ્યુ છે.આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્રિતિય સર સંઘચાલક એટલે માધવ રાવ સદાશિવરાવ ગોલવલકરજી છે તેઓ ગુરીજીના નામે વધુ ઓળખાતા.આવા મહાન વિભૂતિનો જન્મ 19 ફેબ્રુઆરી 1909 મા થયો હતો.તેઓ અભ્યાસમા ખૂબ જ હોંશિયાર હતા.તેમણે Msc કર્યુ હતુ. ત્યારબાદ તેઓ શોધકાર્ય માટે મદ્રાસ ગયા પણ ત્યાનુ વાતાવરણ અનુકૂળ ન આવતા તેઓ વધુ અભ્યાસ માટે કાશી વિશ્વ વિદ્યાલય ગયા અને ત્યારબાદ તેઓ ગુરૂજીના નામે જાણીતા બન્યા.
વર્ષ 1940 મા જ્યારે દેશનો સ્વાતંત્ર્ય સંગ્રામ જ્યારે પૂર જોશમાં ચાલતુ હતુ તે સમયે જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘતી જવાબદારી સંભાળી,પોતાના 33 વર્ષના કાર્યકાળમાં લગભગ 70 વખત દેશનુ ભ્રમણ કર્યુ અને તેને વટવૃક્ષની સ્વરૂપ આપનાર દ્વિતિય સર સંઘચાલક રહ્યા.માધવરાવ સદાશિવરાવ ગોલવલકર ઉર્ફે ગુરૂજીએ સંઘને દુનિયાના પ્રથમ બિન સરકારી સ્વયંસેવી સંગઠનનો દરજ્જો અપાવ્યો. માત્ર એટલુ જ મહી પરંતુ કપરી પરિસ્થિતિમા પણ સંગઠનનું તેતૃત્વ કર્યો સાથે જ આઝાજીની લડાઈ દરમિયાન તો આઝાજી બાદ પણ વિદેશી આક્રમણમાં પણ અન્ય સેવયંસેવકોનું માર્ગદર્શન કરી ભારતીય સેનાને મદદ કરી હતી.પાકિસ્તાન સાથેના યુદ્ધ વખતે તત્કાલિન વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ તેઓને બોલાવી સહયોગ માંગ્યો ત્યારે જવાનો સુધી ભોજન તેમજ હથિયાર પહોંચાડવાનું કાર્ય કર્યુ હતુ.
આ પ્રકારે ગુરૂજી ગોલવલકરજી શક્તિશાળી ભારતની પરિકલ્પનાના તેજસ્વી વાહક રહ્યા.એક રીતે જોવા જઈએ તો ગુરૂજી માટે ” હતા” શબ્દ પ્રયોગ યોગ્ય નથી કારણ કે આજે પણ તેઓ શક્તિશાળી-અજેય-સ્થ-સમૃદ્ધ-નિર્ભય ભારત અને રાષ્ટ્રવાદના પર્યાય રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પુસ્તકમાં લખ્યુ છે કે ” રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના 1947 મા કરવામાં આવી હતી વર્ષ 1925 ડો.કેશવરાવ બલીરામ હેડગેવારજી દ્વારા તેનો વૈચારિક આધાર બીજા સરસંઘચાલક માધવરાવ સદાશિવરાવ ગોલવલકર ગુરૂજી દ્વારા કરવામા આવ્યો હતો.”જોકે જવાહરલાલ નેહરૂ સરકારે રાષ્ટ્રીય સેવયંસેવક સંઘ પર પ્રતિબેધ મુક્યો અને ગુરૂજીને જેલમાં મોકલ્યા પરંતુ બાદમાં ગોલવલકરજીને અભિનંદન આપવા સાથે સંઘને 1963ની સ્વતંત્રતા પરેડમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યુ હતુ.
શક્તિશાળી ભારતના પોતતા મૂભળૂત હેતુને કાર્યાન્વિત રાખવા માટે તેઓ તમામ વૈચારિક પદ્ધતિઓના સત્વ અને સારે તેઓ શોધતા અને તેના થકી તેમની સાથે સમન્વય રાખતા.આ પ્રકારે શક્તિશાળી ભારત જ ગુરૂજીનો જીવન પર્યંત એક જ ધ્યેય રહ્યો.આવા મહાન વિચારક શ્રીગુરૂજીની પુણ્યતિથિ નિમિત્તે તેમના ચરણોમાં શત શત વંદન.
SOURCE : PANCHJANYA AND AB TAK DILY