કચ્છના ગાંધીધામના દરિયાકિનારાથી કોકેઇનના 13 પેકેટ બીનવારસી હાલતમાં મળ્યા છે. કોકેઇની આંતરરાષ્ટ્રીય બજારમાં 130 કરોડ રૂપિયા કિંમત થાય છે.
હાઈલાઈટ્સ
- કચ્છના ગાંધીધામના દરિયાકિનારાથી કોકેઇન ઝડપાયું
- આંતરરાષ્ટ્રીય બજારમાં કોકેઇનની કિંમત 130 કરોડ રૂપિયા
- ગુજરાત એટીએસ આ મામલાની તપાસ કરી રહી છે
કચ્છ પૂર્વ વિભાગના પોલીસ અધિક્ષક સાગર બાગમારના જણાવ્યા મુજબ તસ્કરોએ ધરપકડથી બચવા માટે દરિયા કિનારે ડ્રગ્સ છુપાવ્યું હતું. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આઠ મહિનામાં આ વિસ્તારમાંથી ડ્રગ્સની આ બીજી મોટી રિકવરી છે.
ગુજરાત એટીએસ દ્વારા તપાસ હાથ ધરતા કચ્છના ગાંધીધામ નજીકના એક ખાડી વિસ્તારમાંથી કોકેઈનના 13 બિનવારસી હાલતમાં પેકેટો મળી આવ્યા હતા. કોકેઇનના દરેક પેકેટનું વજન એક કીલો ગ્રામ જેટલું છે. ગુજરાત એટીએસ દ્વારા આ અંગે અજાણ્યા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે અને વધુ તપાસ ચાલું છે.
જણાવી દઈએ સપ્ટેમ્બર 2023 માં કચ્છ પોલીસે આ વિસ્તારમાંથી કોકેઈનના 80 પેકેટ ઝડપ્યા હતા અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત 800 કરોડ રૂપિયા હોવનું આકવામાં આવ્યું હતું.