UGC-NET જૂન 2024 ની પરીક્ષા રદ કરવામાં આવી છે NTA એ પરીક્ષામાં ગેરરીતિઓ બાદ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હાઈલાઈટ્સ
- UGC-NET જૂન 2024 ની પરીક્ષા રદ
- NTA એ પરીક્ષામાં ગેરરીતિઓ બાદ નિર્ણય લીધો
- 18 જૂને યોજાયેલી UGC-NET 2024ની પરીક્ષા રદ
- 19 જૂને પરીક્ષામાં ગેરરીતિ અંગે ફરિયાદ મળી હતી
- હવે ફરીથી નવેસરથી પરીક્ષા લેવાશે
નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA એ 18 જૂને યોજાયેલી UGC-NET 2024ની પરીક્ષા રદ કરી છે. પરીક્ષામાં ગેરરીતિની ફરિયાદો બાદ NTAએ આ નિર્ણય લીધો છે. જણાવી દઈએ કે NTAએ UGC-NET જૂન 2024ની પરીક્ષા OMR મોડમાં બે શિફ્ટમાં લીધી હતી. જોકે, 19 જૂન, 2024ના રોજ પરીક્ષામાં ગેરરીતિ અંગે ફરિયાદ મળી હતી.
જે પછી, પરીક્ષા પ્રક્રિયાની પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે, શિક્ષણ મંત્રાલયે UGC-NET જૂન 2024ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. હવે ફરીથી નવેસરથી પરીક્ષા લેવામાં આવશે. એટલું જ નહીં આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે.