હાઈલાઈટ્સ :
- NEET પેપર લીક કેસમાં હવે આવ્યે નવો વળાંક
- RJD નેતા તેજસ્વિ યાદવનુ નામ પણ જોડાયુ
- બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય સિન્હાનો દાવો
- તેજસ્વિ યાદવનો PS પ્રિતમ પણ સામેલ હોવાનો દાવો
NEET પેપર લીક કેસમાં હવે નવો વળાંક આવ્યુ છે આ કેસમા હવે લાલુપ્રસાદ યાદવના પુત્ર અને RJD નેતા તેજસ્વિ યાદવના PS નુ નામ પણ જોડાયુ છે.જી હા આ મામલો બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય સિન્હાએ ઉઠાવ્યો છે.
તેમણે આક્ષેપ કર્યો કે તેજસ્વિ યાદવના PS પ્રિતમે NEET અને Mintri NHAI કનેક્શન પર પત્રકાર પરિષદ યોજીને જણાવ્યુ કે તેમણે આ મામલે વિભાગીય તપાસ હાથ ધરી છે.મળી રહેલી માહિતી મુજબ 1લી મે ના રોજ તેજસ્વિના PS પ્રિતમ કુમારે RCD કર્મચારી પ્રદીપને NHAI ગેસ્ટ હાઉસમાં સિકંદર કુમાર માટે રૂમ બુક કરાવવા ફોન કર્યો હતો.
વિજય સિન્હાએ વધુમાં કહ્યુ કે હવે જો CBI આ મામલે પ્રિતમ કુમાર અને તેજસ્વિ યાદવની પૂછ પરછ કરે તો સ્પષ્ટ થશે કે પેપર લીકમા કોણ કોણ સામેલ છે.
નાયબ મુખ્યમંત્રીએ કહ્યુ બિહારમા સામાન્ય રીતે માત્ર મંત્રીઓ જ નહી પણ બાદમા પૂર્વ મંત્રીઓને પણ મંત્રી કહેવામા આવે છે. એ જ રીતે પ્રિતમે મંત્રીજી કહી બુકીંગ કરાવ્યુ હતુ.વિજય સિન્હાએ દાવો કર્યો કે પ્રિતમ અને સિકંદર વચ્ચેના સંબંધોની કડી વધુ મજબૂત થઈ રહી છે. પ્રિતમે મંત્રીના નામે જે રૂમ બુક કરાવ્યો તે તેજસ્વિના નામે બુક કરાવ્યો હતો.
SORCE : આજ તક