T-20 વર્લ્ડ કપ 2024ની 43મી મેચ ગુરુવારે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ હતી. ભારતે આ શાનદાર મેચ જીતી છે. ટીમ ઈન્ડિયાએ 47 રનથી જીત મેળવી છે.
હાઈલાઈટ્સ
- ભારતની અફઘાનિસ્તાન સામે 47 રને જીત
- રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો
- ભારતે 20 ઓવરમાં 181 રન બનાવ્યા હતા
- અફઘાનિસ્તાનની ટીમ 20 ઓવરમાં 134 રન પર જ સિમિત રહી હતી
T-20 વર્લ્ડ કપ 2024ની 43મી મેચ ગુરુવારે (20 જૂન) ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ હતી. ભારતે આ શાનદાર મેચ જીતી છે. ટીમ ઈન્ડિયાએ 47 રનથી જીત મેળવી છે.
તમને જણાવી દઈએ કે આ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 181 રન બનાવ્યા હતા. ભારત તરફથી સૂર્યકુમાર યાદવે 28 બોલમાં 3 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી સૌથી વધુ 53 રનની ઇનિંગ રમી હતી.
ભારતે આપેલા 182 રનના ટાર્ગેટનો પીછો કરવા આવેલી અફઘાનિસ્તાનની ટીમ 20 ઓવરમાં 134 રન પર જ સિમિત રહી હતી અને 47 રનથી મેચ હારી ગઈ હતી. અફઘાનિસ્તાન માટે અઝમતુલ્લા ઓમરઝાઈએ 20 બોલમાં સૌથી વધુ 26 રન બનાવ્યા હતા.
T20 World Cup, India, India Vs Afghanistan, Afghanistan, World Cup