આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોને શુભકામના પાઠવતા જણાવ્યુ કે, ’ જીવનને યોગમય બનાવીએ. યોગ થકી ઉત્તમ મનુષ્ય, ઉત્તમ સમાજ, ઉત્તમ રાષ્ટ્રનું નિર્માણ કરીએ. સૌને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ખૂબ ખૂબ શુભકામના.
હાઈલાઈટ્સ
- 21 જૂન એટલે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નળાબેટ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી
- BSF ના જવાનો સાથે મળીને કરી ઉજવણી
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોને સોશિયલમીડિયા થકી લોકોને યોગ દિવસની શુભેચ્છા પાઠવી
- લોકોને યોગ કરવા પણ કરી અપીલ
21 જૂન એટલે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે બનાસકાંઠાના સરહદી ગામ અને સીમાદર્શન માટે સુપ્રસિદ્ધ નડાબેટ ખાતે કરીહતી. રાજ્ય સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને બોર્ડર સિક્યોરિટી ફોર્સ – BSFના સહયોગથી આ રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે 6.30 કલાકે સંબોધી પણ કર્યુ હતુ.
મુખ્યમંત્રીની શુભકામના
યોગ દિવસ નિમિતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોને સોશિયલ મીડિયા પર “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની શુભકામના પણ આપી હતી. સોશિયલ મીડિયા પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લખ્યુ છે કે, દિવસની શરૂઆત યોગથી થાય એનાથી વધુ સુંદર, શાંતિદાયક અને સ્વાસ્થ્યપ્રદ બીજું શું હોય? આવો, આપણે સૌ યોગને રોજિંદા જીવનનો અભિન્ન હિસ્સો બનાવીએ. જીવનને યોગમય બનાવીએ. યોગ થકી ઉત્તમ મનુષ્ય, ઉત્તમ સમાજ, ઉત્તમ રાષ્ટ્રનું નિર્માણ કરીએ. સૌને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ખૂબ ખૂબ શુભકામના.
બનાસકાંઠાના નડાબેટ ખાતે ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની રાજ્યકક્ષાની ઉજવણીમાં ઉપસ્થિતિ. #YogmayGujarat https://t.co/fjzbljPrVH
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 21, 2024