હાઈલાઈટ્સ :
- દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળ્યા જામીન
- દિલ્હીની રાઉસ એવન્યુ કાર્ટે કેજરીવાલને આપ્યા જામીન
- કેજરીવાલના જામીન વિરુદ્ધ ED એ હાઈકોર્ટમાં અરજી કરી
- નીચલી અદાલતે આપેલ જમીન પર સ્ટે મુકવા EDની માંગ
- દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલના જામીન પર મુક્યો સ્ટે
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આધમી પાર્ટીના નેતા અરવિદ કેજરીવાલ લિકર પેલિસી કૌભાંડ મામલે જેલમાં છે.તેઓને દિલ્હીની રાઉસ એવન્યુ કોર્ટે જામીન આપ્યા હતા.ત્યારે કેજરીવાલ જેલ બહાર આવે તે પહેલા જ ED એ નિચલી અદાલતના આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવા મન બનાવ્યુ અને આ અંગેની પ્રક્રિયા પણ હાથ ધરી હતી.
નોંધનિય છે કે દિલ્હીની રાઉસ એવન્યુ કોર્ટે લિકર પોલિસી કેસમાં મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલને જામીન આપવામા આવ્યા છે જોકે કેજરીવાલ જેલ બહાર આવે તે પૂર્વે જ ED એ દિલ્હી હાઈકોર્ટમા નિચલી અદાલતના નિર્ણયને પડકાર્યો અને કેજરીવાલના જામીન પર સ્ટે મુકવા માંગ કરી
ત્યારે દિલ્હી હાઇકોર્ટે અરવિંદ કેજરીવાલને ઝટકો આપ્યો છે.દિલ્હી લીકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કેજરીવાલની જામીન અરજી પર દિલ્હી હાઈકોર્ટે સ્ટે લગાવ્યો છે.હાઈકોર્ટે કહ્યું કે ટ્રાયલ કોર્ટનો આદેશ સુનાવણી સુધી હોલ્ડ પર રહેશે.
SORCE : ABP ન્યૂઝ – TV – 18