હાઈલાઈટ્સ :
- આવી રહ્યો છે ભગવાન અને ભક્તોના મિલનનો ઉત્સવ
- 7 જૂનના રોજ અમદાવાદ ખાતે યોજાશે જગન્નાથ રથયાત્રા
- 147 મી રથયાત્રાને લઈ મંદિર ટ્રસ્ટની તડામાર તૈયારીઓ શરૂ
- અમદાવાદીઓમા જગન્નાથજીના રથયાત્રાને લઈ ભારે ઉત્સુક્તા
- રથયાત્રા પૂર્વે અમદાવાદમા નિકળી પરંપારાગત જળયાત્રા
- ભગવાન જગન્નાજીના ગજવેશના ભકિતોએ કર્યા ભાવપૂર્ણ દર્શન
- 108 કળશ પવિત્ર સાબરમતીનુ જળ જગન્નાથ મંદિરે લવાયુ
- પવિત્ર જળથી ભગવાન જગન્નાથજીને કરાયો મહાજળાભિષેક
- સોમનાભ ભૂદરના આરે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા
- હવે ભગવાન શોભાયાત્રા સ્વરૂપે પોતાના મોસાળ સરસપુર જશે
- મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથ 15 દિવસ રોકાણ કરશે
અમદાવાદમાં આગામી 7 જૂલાઈને અષાઢી બીજ નિમિત્તે યોજાતી ભગવાન જગન્નાથજીની પરંપરાગત અને ભવ્ય રથયાત્રા નિકળશે.તેને લઈને જગન્નાથ મંદિર ટ્ર્સ્ટ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
આ વખતે અમદાવાદમા ભગવાન જગતના નાથ એવા જગન્નાથની 147 મી પરંપરાગત રથયાત્રા અષાઢી બીજને 7 જૂલાઈના રોજ નિકળશે.તેમની સાથે ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રા પણ નગર ચર્યાએ જોડાશે.રથયાત્રાને લઈ અમદાવાદીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.તો મંદિર ટ્રસ્ટ પણ તૈયારીમાં લાગી ગયુ છે.ભગવાનના વાઘા,પ્રસાદની સફાઈ,રથનું સમારકામ તેમજ અન્ય મનોરથોની પણ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.તો ભગવાનને આવકારવા સરસપુરના મોસાળીયા પણ ઉત્સાહ સાથે મોમેરૂ ભરવા આતૂર છે.
પરંપરા મુજબ રથયાત્રા પૂર્વે જળયાત્રા પણ યોજાય છે અને તેનુ પણ એક આગવુ મહત્વ રહેલુ છે.ત્યારે આ વર્ષે પણ જગન્નાથ રથયાત્રા પહેલા આજે 22 જૂનને શનિવારના રોજ જળયાત્રા નિકળી હતી.જેમાં જગન્નાથના નિજ મંદિરેથી જળયાત્રા શોભાયાત્રા સ્વરૂપે નિકળી અને સાબરમતી નદી ખાતે પહોંચી જ્યાં સોમનાથ ભૂદરના આરે ગંગાપૂજન થયુ.પૂજન બાદ 108 કળશમાં પવિત્ર જળભરી મંદિરમાં લાવી ભગવાન જગન્નાથજીની પોડશોપચારપૂજન વિધિ કરી મહાજળાભિષેક કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ ભગવાન ગણેશના સ્વરૂપમાં શ્રીજગન્નાથજીના અતિવિશ્ષ્ટ-ગજવેશ શણગાર કર્યો અને આ ગજવેશ શણગારના દર્શન પણ ભક્તોએ લાભ લીધો.આ દિવ્ય દર્શનનો લ્હાવો લેવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.અને મંદિરમાં જય જગન્નાથ અને જય રણછોડની નાદ ગુંજી ઉઠ્યા હતા.
ભગવાન નગન્નાથજીની આ ઐતિહાસિક રથયાત્રી પૂર્વે યોજાયેલ આ જળયાત્રામાં ગજરાજ સાથે ભજન મંડળીઓ જોડાઈ હતી.આ જળયાત્રા સાબરમતી નદી ખાતે સોમનાથ ભૂદરના આરે ગંગા પૂજન થયુ તેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
જળયાત્રા બાદ મહાજળાભિષેક થયા પછી પરંપરા મુજબ ભગવાન જગનન્નાથ ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રા સાથે મામાના ઘરે એટલે કે મોસાળ જાય છે અને મોસાળમા ભગવાન 15 દિવસનુ રોકાણ પણ કરે છે.ત્યારે પણ સાંજે વાગતે ગાજતે ભગવાન શોભાયાત્રા થકી નિજ મંદિરેથી સરસપુર તેમના મોસાળ પહોંચશે અને તેમાં પણ ભક્તો ભગવાનને વળાવવા સાથે જોડાશે.તો આ દિવસો દરમિયાન સરસપુર ખાતે ફણ ભગવાન માટે અલગ અલગ મનોરથોનુ આયોજન થાય છે.
નોંધનિય છે કે ઓડીશાની પુરી ખાતેથી નિકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા બાદ અમદાવાદ ખાતે યોજાતી જગન્નાથ રથયાત્રા દેશની બીજા નંબરની સૌથી પૌરાણીક અને ભવ્ય રથયાત્રા માનવામા આવે છે.અષાઢી બાજના રોજ ગુજરાતમાં લગભગ બાવન શહેરોમાં જગન્નાથજીની રથયાત્રાઓ નિકળતી હોવાનું જાણવા મળે છે.
SORCE :