Friday, May 16, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

ગુજરાતના હવામાનને લઈ મહત્વના સમાચાર,આગામી 21 મે સુધી માવઠાની આગાહી

રાજ્યના હવામાન વિભાગે આગામી 6 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી

ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં બે-ત્રણ દિવસથી છૂટો છવાયો પડી રહ્યો છે કમોસમી વરસાદ

સૌરાષ્ટ્ર ઉપરાંત મધ્ય ગુજરાત,ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું થઈ શકે

કમોસમી વરસાદના પગલે રાજ્યના ખેડૂતોને માવઠાનો માર સહન કરવો પડી શકે

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home જનરલ

શાળા પ્રવેશોત્સવ- 2024ની રાજ્યભરમાં ઉજવણી,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડાંગના બીલીઆંબાથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી 21 માં રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અંતર્ગત આદિવાસી ક્ષેત્ર ડાંગ જિલ્લાના સરહદી ગામ બીલીઆંબાની પ્રાથમિક શાળામાં બાળકોના નામાંકન કરાવ્યુ હતુ.આ અવસરે તેમણે આ ગામની બાલવાટિકા, આંગણવાડી અને પ્રાથમિક તથા માધ્યમિક શાળામાં કુલ મળીને 127 જેટલા બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો હતો.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Jun 26, 2024, 04:35 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હાઈલાઈટ્સ :

  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો
  • ડાંગના સરહદી ગામ બીલીઆંબા પ્રા.શાળાથી શુભારંભ કરાવ્યો
  • બાલવાટિકા,આંગણવાડી,પ્રાથમિક તથા માધ્યમિક શાળામાં પ્રવેશ
  • મુખ્યમંત્રીએ કુલ મળીને 127 જેટલા બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો
  • શાળાની બાળકીઓએ મુખ્યમંત્રીના વડીલ-વાત્સલ્ય પ્રેમની અનુભૂતિ
  • છેવાડાના ગામ સુધી રાજ્ય સરકારે શ્રેષ્ઠ શિક્ષણ સુવિધાઓ આપી : CM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 21 માં રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અંતર્ગત આદિવાસી ક્ષેત્ર ડાંગ જિલ્લાના સરહદી ગામ બીલીઆંબાની પ્રાથમિક શાળામાં બાળકોના નામાંકન કરાવ્યુ હતુ.આ અવસરે તેમણે આ ગામની બાલવાટિકા, આંગણવાડી અને પ્રાથમિક તથા માધ્યમિક શાળામાં કુલ મળીને 127 જેટલા બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત નિર્માણના સંકલ્પમાં શિક્ષણનો મજબૂત પાયો સિંચીને વિકસિત ગુજરાતથી અગ્રેસર રહેવાનું આહવાન કર્યું.આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, અંતરિયાળ છેવાડાના ગામ સુધી રાજ્ય સરકારે શ્રેષ્ઠ શિક્ષણ સુવિધાઓ આપી છે.વિદ્યાર્થીઓના ટેલેન્ટને યોગ્ય તક અને નિખાર આપવાની વ્યવસ્થાઓ પણ વિદ્યાર્થીઓની પડખે ઊભી રહીને સરકાર કરે છે.

મુખ્યમંત્રીએ તેમના સહજ, સરળ અને નિખાલસ વ્યક્તિત્વથી સૌના દિલમાં વડીલ તરીકેનું જે સ્થાન પ્રાપ્ત કર્યું છે તેની અનુભૂતિ શાળાના બાળકોને પણ થઈ હતી.મુખ્યમંત્રી આ બીલીઆંબા પ્રાથમિક શાળાના વર્ગખંડમાં વિદ્યાર્થીઓ વચ્ચે પહોંચ્યા હતા અને સંવાદ સાધ્યો હતો.એટલું જ નહીં, એક વિદ્યાર્થીનીની અભ્યાસપોથી-વર્કબુક તપાસીને સવાલ-જવાબ પણ કર્યા હતા.શાળાની બાળકીઓએ મુખ્યમંત્રીના વડીલ-વાત્સલ્ય પ્રેમને અનુભૂતિ કરતા તેમની સાથે આત્મિયતા પૂર્વક વાતચીત કરી હતી. ધોરણ પાંચમા અભ્યાસ કરતી દ્રષ્ટિએ, મુખ્યમંત્રીને નજીકથી જોવાનું, તેનું સ્વપ્ન પૂર્ણ થયું છે તેમ જણાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ બાળકોનું અભિવાદન સ્નેહપૂર્વક ઝીલ્યુ હતું.

મુખ્યમંત્રીએ શાળા પ્રવેશોત્સવ અવસરે ઉપસ્થિત ગ્રામજનોને કહ્યું કે, શાળા પ્રવેશોત્સવથી સરકાર ભૌતિક સુવિધા-સગવડો શાળાઓમાં વિકસાવે છે જ,પરંતુ બાળકોના વાલી-SMC અને શિક્ષકો સૌ વડીલ તરીકે બાળકના અભ્યાસ-શિક્ષણ પ્રત્યે વધુ ધ્યાન આપી સામાજિક દાયિત્વ નિભાવે.મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, શિક્ષકો બાળકોના અભ્યાસ,શાળામાં હાજરીની નિયમિતતા અંગે સજાગ છે અને પૂરતું ધ્યાન આપે છે.ત્યારે SMC અને વાલીઓ પણ બાળકના અભ્યાસનું ફોલોઅપ,શાળામાં ખૂટતી સુવિધાઓની આપૂર્તિ વગેરે માટે સતર્ક રહે તેવો અનુરોધ તેમણે કર્યો હતો.

ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે,રાજ્ય સરકારે અંબાજીથી ઉમરગામ સુધીના સમગ્ર આદિવાસી બેલ્ટમાં સાયન્સ કોલેજ,વિજ્ઞાન પ્રવાહની શાળાઓ અને મેડિકલ કોલેજ સહિતની સુવિધાઓ આપી છે.આ ઉપરાંત વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે અને કારકિર્દી ઘડતર માટે અનેક કલ્યાણ યોજનાઓ પણ છે તેનો લાભ લઈને આદિવાસી બાળકો ઉજ્જવળ ભવિષ્યનું ઘડતર કરે તેવી અપીલ તેમણે કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌના સાથ,સૌના વિકાસ,સૌના વિશ્વાસ,સૌના પ્રયાસનો મંત્ર આપ્યો છે,તેને સૌ સાથે મળીને સાકાર કરીએ અને આવનારી પેઢીને શિક્ષણ જ્ઞાનની સમૃદ્ધિથી સજ્જ કરી વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ તેવું પ્રેરક માર્ગદર્શન મુખ્યમંત્રીએ આપ્યું હતું.તેમણે શાળાની કોમ્પ્યુટર લેબ, વર્ગખંડો, શાળા પરિસરમાં ટપક સિંચાઈથી થયેલ વૃક્ષ ઉછેર સહિતની સુવિધાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. બીલીઆંબા શાળા પરિસરમાં મુખ્યમંત્રીશ્રીએ લીમડાના વૃક્ષનું વાવેતર કરી સૌને પર્યાવરણ જતન સંવર્ધનનો મુક સંદેશ આપ્યો હતો.

ડાંગ જિલ્લાની આ છેવાડાના ગામની શાળાના વિદ્યાર્થીઓ ભૂતકાળમાં શાળા પ્રવેશોત્સવનો લાભ મેળવી આજે ડોક્ટર, પર્વતારોહક, રમતવીર જેવા સ્થાને પહોંચ્યા છે તેની તેમણે પ્રશંસા કરી હતી.અહીંથી ભણીને કન્યા કેળવણીનો લાભ લઇ તબીબ બની ઉચ્ચ કારકિર્દી તરફ પ્રયાણ કરી રહેલી ડો.અંકિતા કુંવર, રમતગમત ક્ષેત્રે ડાંગ જિલ્લાને ગૌરવ અપાવનારા દોડવીર મુરલી ગાવિત અને પર્વતારોહક ભોવાન રાઠોડ, આઈ.આઈ.એમ.માં અભ્યાસ કરતા યુવાન અવિરાજ ચૌધરીનો મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો દ્વારા સત્કાર કરવામાં આવ્યો હતો.

SORCE :

Tags: Bhupendra patelCM GUJARATDANGSCHOOL PRAVESHOTSAV 2024SLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત
ક્રાઈમ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?
આંતરરાષ્ટ્રીય

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ
ક્રાઈમ

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ

Latest News

ગુજરાતના હવામાનને લઈ મહત્વના સમાચાર,આગામી 21 મે સુધી માવઠાની આગાહી

રાજ્યના હવામાન વિભાગે આગામી 6 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી

ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં બે-ત્રણ દિવસથી છૂટો છવાયો પડી રહ્યો છે કમોસમી વરસાદ

સૌરાષ્ટ્ર ઉપરાંત મધ્ય ગુજરાત,ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું થઈ શકે

કમોસમી વરસાદના પગલે રાજ્યના ખેડૂતોને માવઠાનો માર સહન કરવો પડી શકે

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.