હાઈલાઈટ્સ :
- લદ્દાખમાં બની ગોઝારી દુર્ઘટના
- દુર્ઘટનામા પાંચ જવાનો શહીદ
- અભ્યાસ દરમિયાન બની હતી ઘટના
- દૌલત બેગ ઓલ્ડી વિસ્તારની ઘટના
- નદી પાર કરતા અચાનક જળસ્તર વધ્યુ
- દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કર્યું
- શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી દિલથી સંવેદના
લદ્દાખમા આજે શુક્રવારે એક ગોઝારી દુર્ઘટનામાં આપણા પાંચ જવાનો શહીદ થયા છે.અભ્યાસ દરમિયાન આ ઘટના બની હતી.
લદ્દાખના દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં વધુ એક ગોઝારી દુર્ઘટના સામે આવી છે.આજે શુક્રવારે દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં નદી પાર કરવા માટે અભ્યાસ દરમિયાન નદીમાં પાણીનું સ્તર અચાનક વધી જવાને કારણે આ અકસ્માત થયો હતો.આ દુર્ઘટનામાં એક JCO સહિત સેનાના પાંચ જવાન શહીદ થયા હોવાની માહિતી મળી રહી છે.
સંરક્ષણ અધિકારી અનુસાર,’ગઈ સાંજે દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં રિવર ક્રોસિંગ માટેના અભાયાસ નદીમા એકાએક જળસ્તર વધી જતા અકસ્માત સર્જાયો હતો.જેમાં એક JCO અને ચાર સૈનિકો સહિત પાંચ ભારતીય સૈનિકો શહીદ તણાઈ જવાથી શહીદ થયા હતા.આ પાંચેય મૃતદેહો મળી આવ્યા છે.
દૌલત બેગ ઓલ્ડીમાં ટેન્ક એક્સરસાઇઝ ચાલી રહી હતી અને અહીં સેનાની ઘણી ટેન્ક હાજર હતી.આ સમય દરમિયાન,વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે કે LAC પાસે T-72 ટેન્ક દ્વારા નદી કેવી રીતે પાર કરવી તેની પ્રેક્ટિસ ચાલી રહી હતી.
આ સમગ્ર ઘટના અંગે દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કર્યું, હતુ.તેમણે લખ્યુ કે “લદ્દાખમાં નદી પાર કરતી વખતે દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતમાં ભારતીય સેનાના પાંચ બહાદુર સૈનિકોના જીવ ગુમાવવાથી હું ખૂબ જ દુઃખી છું… શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી દિલથી સંવેદના છે. આ દુઃખની ઘડીમાંરાષ્ટ્ર તેમની સાથે ઊભું છે. ”
SORCE : AAJ TAK AND AMAR UJALA