હાઈલાઈટ્સ :
- લોકસભા સત્રમાં રાહુલ ગાંધીનું ગૃહને સંબોધન
- રાહુલ ગાંધીનુ સંબોધન દરમિયાન વિવાદિત નિવેદન
- હિંદુઓ પરના લઈને રાહુલ ગાંધીના નિવેદનથી વિવાદ
- પોતાને હિંદુકહેવડાવનારા હિંસાની વાતો કરે : રાહુલ ગાંધી
- રાહુલ ગાંધીના નિવેદનને લઈ લોકસભામાં હંગામો મચ્યો
- “સમગ્ર હિન્દુ સમાજને હિંસક કહેવું ખૂબ જ ગંભીર બાબત : PM
- નિવેદન અંગે અમિત શાહે રાહુલ ગાંધીને માફી માંગવા કહ્યુ
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે હિન્દુઓ પર વિવાદિત નિવેદનને લઈ ગૃહમાં હોબાળો મચી ગયો હતો.
લોકસભા સત્રનો આજે છઠ્ઠો દિવસ હતો અને રાજ્યસભા તેમજ લોકસભા એમ બંને ગૃહોમાં આજે રાષ્ટ્રપતિજીના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા થવીની હતી.લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે વિવિધ મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા હતા.
લોકસભામાં પોતોના સંબોધન કરતા રાહુલ ગાંધીએ હિન્દુઓ અંગે વિવાદિત નિવેદન કર્યુ હતુ.જેમા રાહુલ ગાંધીએ કહ્યુ કે પોતાને હિન્દુ કહેવડાવનારા 24 હિંસા-હિેસા એવી વાતો કરે છે.રાહુલ ગાંધીએ કહ્યું,”અભય મુદ્રા એ કોંગ્રેસનું પ્રતીક છે.અભય મુદ્રા એ નિર્ભયતાનું પ્રતીક છે,ખાતરી અને સુરક્ષાનું પ્રતીક છે,જે ભયને દૂર કરે છે અને હિન્દુ ધર્મનું પ્રતીક છે,ઇસ્લામ,શીખ ધર્મ,બૌદ્ધ અને અન્ય ધર્મો.”ભારતીય ધર્મોમાં દૈવી સુરક્ષા અને આનંદ આપે છે.આપણા બધા મહાપુરુષોએ અહિંસા અને ભયને દૂર કરવાની વાત કરી છે.પરંતુ,જેઓ પોતાને હિંદુ કહે છે તેઓ માત્ર હિંસા અને નફરતની વાત કરે છે.
રાહુલ ગાંધીના આ પ્રકારના હિન્દુ ધર્મ વિરૂદ્ધ કહેવાયેલા વિવાદિત નિવેદનને લઈ લોકસભામાં હંગામો મચી ગયો હતો.ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં ઉભા થઈ રાહુલ ગાંધીને ટોક્યા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા અધ્યક્ષને સંબોધતા કહ્યુ કે લોકસભામાં “સમગ્ર હિન્દુ સમાજને હિંસક કહેવું ખૂબ જ ગંભીર બાબત છે.
તો વળી રાહુલ ગાંધીના હિન્દુ પરના વિવાદિત નિવેદનને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ કે “વિપક્ષના નેતાએ સ્પષ્ટ કહ્યું છે કે જેઓ પોતાને હિંદુ કહે છે તે હિંસા વિશે વાત કરે છે અને હિંસા કરે છે. કદાચ તેઓને ખબર નથી કે કરોડો લોકો આ દેશમાં ગર્વથી પોતાને હિંદુ કહે છે.હિંસાને કોઈપણ ધર્મ સાથે જોડવું ખોટું છે જે બાબતે તેમણે માફી માંગવી જોઈએ.”
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના સંબોધન પર ભાજપના નેતા શહેઝાદ પૂનાવાલાએ કહ્યું કે, ચૂંટણી પૂરી થઈ ગઈ છે પરંતુ હિન્દુઓ પ્રત્યે નફરત ફેલાવવાનું કોંગ્રેસનું કામ અને એજન્ડા આજે પણ ચાલુ છે.અને હવે લોકશાહીના મંદિરમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પોતે આ વિશે વાત કરી રહ્યા છે.”કામ કરી રહ્યા છીએ.શું અન્ય કોઈ ધર્મ વિરુદ્ધ આવી વાતો કહેવાશે?. 99 બેઠકો આવી એટલે શું આ રીતે હિન્દુઓનું અપમાન થશે?.”
આ પ્રકારે રાહુલ ગાંધીએ સંસદમા લોકસભા ગૃહમાં હિન્દુ અંગે વિવિદિત નિવેદન કરતા સંગ્ર ગૃહમા હોબાળો મચી ગયો હતો અને ભાજપ સહિત NDA ના સાંસદોએ ભારે વિરોધ કરી રાહુલ ગાંધીના નિવેદનને વખોડ્યુ હતુ.
SORCE : અમર ઉજાલા-આજતક