હાઈલાઈટ્સ :
- અમદાવાદમા યોજાશે ભગવાન ગજન્નાથજીની 147 મી રથયાત્રા
- 7 જુલાઈને રવિવારે અષાઢી બીજે પરંપરાગત જગન્નાથ રથયાત્રા
- ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે ભગવાન જગન્નથની નગરચર્યા
- લોકોમા જાણે કે ઘરે બેઠા ભગવાનના દર્શનનો મોકો મળશે તેવો ભાવ
- અમદાવાદમાં 147 મી રથયાત્રાને લઈ લોકોમાં જોવા મળતો ઉત્સાહ
- રથયાત્રા શાતિપૂર્ણ-એકલાસ ભર્યા માહોલમાં યોજવા સજ્જતાનાપગલા
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાને લઈ ઉચ્ચસ્તરીય સમિક્ષા બેઠક યોજી
- રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત ઉચ્ચ અધિકારીઓ બેઠકમા હાજર રહ્યા
- બેઠક દરમિયાવ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને જરૂરી ચૂચનો કર્યા
આગામી 7 જુલાઈ 2024ને રવિવારે અષાઢી બીજના દિવસે નિકળતી પરંપરાગર રીતે નિકળશે.આ વર્ષે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147 મી રથયાત્રા નિકળશે અને ભગવાન ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરચર્યા કરશે અને લોકોને જાણે કે ઘરે બેઠા ભગવાનના દર્શનનો મોકો મળશે.ત્યારે રથયાત્રાને લઈ અમદાવાદમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં અને હેમખેમ રીતે યોજાય તે માંટે તંત્ર પણ એલર્ટ છે.ત્યારે રાજ્ય સરકાર પણ રથયાત્રાના આયોજન માટે સતર્ક છે.સતર્કતાના ભાગ રૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય સમિક્ષા બેઠક યોજી હતી.આ મહત્વપૂર્ણ બેઠકમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી,મુખ્ય સચિવ,ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ,પોલીસ મહાનિર્દેશક,અમદાવાદ પોલીસ કમિશ્નર સહિત અધીકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા. અને રથયાત્રા શાંતિ અને સલામતી સાથે સંપન્ન થાય તે અંગે તલસ્પર્શી સમિક્ષા કરશે.તો પોલીસ સજ્જતા અંગે પણ સમિક્ષા કરી હતી.
બેઠક દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરની જર્જરિત ઈમારતો પાસે પોલીસ બંદોબસ્ત ગઠવવા સૂચન કર્યુ હતુ.તો રથયાત્રા સમયે આરોગ્યની ટીમો સ્ટેન્ડબાય રાખવા પણ ભાર પૂર્વક જણાવ્યુ હતુ.તો વળી રથયાતત્રા કોમી એખલાસ જેવા સૌહાર્દપૂર્ણ માહોલ વચ્ચે યોજાય તે માટે શાંતિ સમિતીની ભઠકોનો દોર પણ રાજ્યભરમા ચલાવાયો છે.
બેઠક દરમિયાન અમદાવાદ જગન્નાથ મંદિર તરફથી માહિતી આપવામા આવી કે રથયાત્રામાં 18 ગજરાજ,101 ટ્રક,30 અખાડા,18 જેટલી ભજન મંડળીઓ,દોશભરમાથી બે હજાર જેટલા સાધુ-સંતો તેમજ રથને દોરી જવા એટલે કે રથ ખેંચવા માટે 1200 જેટલા ખલાસીઓ જોડાશે.
રથયાત્રાના સમગ્ર કાર્યક્રમો પર નજર કરીએ તો આવતી કાલે 5 જુલાઈથી જગન્નાથ મંદિર ખાતે વિવિધ કાર્યક્રમો અને મનોરથો શરૂ થશે.
– : અમદાવાદની 147 મી રથયાત્રાના કાર્યક્રમો : –
– 5 જુલાઈના રોજ નેત્રોત્સવ
5 જૂલાઈને શુક્રવારના રોજ સવારે 8 વાગ્યે ભગવાન જગન્નાથનો નેત્રોત્સવ થશે,તો સવારે 9 વાગે ગજરાજ પૂજન,સવારે 11 વાગે ભંડારો રાખવામાં આવશે.
– 6 જુલાઈના કયા મનોરથ
6 જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીના વિવિધ મનોરથ યોજાશે.તેમાં સવારે 10 વાગે સોનાવેશ દર્શન રહેશે,તો સવારે 10.30એ રથનું નીજ મંદિરમાં આગમન થશે.બપોરે 2.30 વાગ્યે કોંગ્રેસ આગેવાનો ભગવાનના દર્શનને લાભ લેશે.,તો સાંજે 7 વાગ્યે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના આગેવાનો આરતીમાં હાજર રહેશે.
– 7 જુલાઈએ 147મી રથયાત્રા
7 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની 147 મી રથયાત્રા રંગેચંગે યોજીશે.જેમાં સવારે 4.30 વાગ્યે ભગવાનને ખીચડીનો ભોગ અને 5 વાગ્યે આદિવસી નૃત્ય અને રાસ ગરબા રમશે.સવારે 5.45 વાગ્યે ભગવાન રથ પર આરૂઢ થશે. તો સવારે 7 વાગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પરંપરા મુજબ પહિંદ વિધિ કરશે અને પહિંદવિધી બાદ રથયાત્રા શહેરમાં નિકળશે. નીજ મંદિરથી રથ પ્રસ્થાન કરશે જેમાં 18 ગજરાજો,101 ટ્રક, 30 અખાડા રથયાત્રામાં જોડાશે.જગન્નાથના સુંદર વાઘા પણ તૈયાર કરાયા છે.તો 7 જુલાઈએ જ ભગવનાનનું મામેરું લોવાશે.
SORCE : જાગરણ ગુજરાતી