Britain Election Result 2024 : મત ગણતરીના પ્રારંભિક પરિણામોમાં અત્યાર સુધીમાં 650 બેઠકોમાંથી 100થી વધુ બેઠકો માટે પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. લેબર પાર્ટી જંગી જીત તરફ આગળ વધી રહી છે.પ્રારંભિક પરિણામોમાં,લેબર પાર્ટીએ 102 બેઠકો જીતી છે જ્યારે શાસક કન્ઝર્વેટિવ પાર્ટીએ અત્યાર સુધી માત્ર નવ બેઠકો જીતી છે.
- હાઇલાઇટ્સ :
- બ્રિટનમાં ઋષિ સુનકના પક્ષની હાર થઈ
- 14 વર્ષ બાદ બ્રિટનમાં સત્તા પરિવર્તન
- કીએર સ્ટાર્મર બ્રિટનના નવા PM બનશે લેબર પાર્ટીએ બહુમતી મેળવી
4 જુલાઈના રોજ બ્રિટનમાં વડા પ્રધાન પદ માટે મતદાન થયું હતું. હવે ગણતરી ચાલી રહી છે. અત્યાર સુધીના વલણો પર નજર કરીએ તો, કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા અને આઉટગોઇંગ વડાપ્રધાન ઋષિ સુનકે પોતાની હાર સ્વીકારી લીધી છે. હજુ પણ મતગણતરી ચાલુ છે. ઋષિ સુનકે રિચમન્ડ અને નોર્થલેર્ટનમાં પોતાની બેઠકો જાળવી રાખી છે.તેમણે કહ્યું કે લેબર પાર્ટીએ આ સામાન્ય ચૂંટણી જીતી છે અને મેં કીએર સ્ટાર્મરને તેમની જીત પર અભિનંદન આપવા ફોન કર્યો છે. તેણે કહ્યું કે હું હવે લંડન જઈશ. ત્યાં હું ચૂંટણી પરિણામો વિશે વિચાર-વિમર્શ કરીશ. વડાપ્રધાન પદ પર રહીને મેં મારા કાર્યકાળ દરમિયાન ઘણું કામ કર્યું.
એક્ઝિટ પોલમાં લેબર પાર્ટી આગળ હતી
મતદાન પછી, એક્ઝિટ પોલમાં એ પણ સામે આવ્યું છે કે કીએર સ્ટાર્મર બ્રિટનના આગામી વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. તેમની લેબર પાર્ટી જંગી બહુમતી સાથે સંસદીય ચૂંટણી જીતશે, જ્યારે એક્ઝિટ પોલમાં ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીને ભારે નુકસાન થવાની આગાહી કરવામાં આવી છે. એક્ઝિટ પોલ્સ દર્શાવે છે કે લેબર પાર્ટી 650 સીટોવાળી સંસદમાં 410 સીટો જીતશે, જેના કારણે 14 વર્ષ જૂની કન્ઝર્વેટિવની આગેવાની હેઠળની સરકાર આ વખતે પડી જશે. અત્યાર સુધીની મતગણતરી પરથી એવું જ લાગી રહ્યું છે. અનુમાન છે કે સુનકની પાર્ટીને માત્ર 131 બેઠકો મળશે, જ્યારે અગાઉ કન્ઝર્વેટિવ પાર્ટીને 346 બેઠકો મળી હતી. આ વખતે કન્ઝર્વેટિવ્સની આ સ્થિતિ પાછળનું કારણ પાર્ટીની અંદર ચાલી રહેલી લડાઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
કીએર સ્ટાર્મર જનતાનો આભાર માન્યો
પાર્ટીને મળી રહેલું જંગી સમર્થન જોઈને કીએર સ્ટાર્મરે જનતાનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે જેમણે અમને વોટ નથી આપ્યો અમે તેમના માટે પણ કામ કરીશું.કીએર સ્ટાર્મરે જનતાને કહ્યું કે હું તમારા માટે બોલીશ,તમારા માટે દરરોજ લડીશ,પરિવર્તન માટે તૈયાર છું. કીએર સ્ટાર્મર કહ્યું કે પરિવર્તન હવે તમારા મતથી શરૂ થઈ રહ્યું છે.