હાઈલાઈટ્સ :
- અષાઢી બાજનો દિવસ હિન્દુ સંસ્કૃતિ માટે અતિ મહત્વનો
- આ દિવસે ભગવાન જગન્નાથજી નિકળે છે નગરચર્યાએ
- ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રા સાથે લોકોને આપે છે દર્શન
- ભક્તોને ઘરે બેઠા સામે ચાલીને ભગવાન પધારે છે દર્શન આપવા
- દેશની સૌથી જુની અને મોટી રથયાત્રા જગન્નાથ પુરીની રથયાત્રા
- દેશમાં અમદાવાદની બીજા નંબરની સૌથી જુની રથયાત્રા
- અમદાવાદમાં આજે 147 મી રથયાત્રા પરંપરાગત રીતે નિકળી
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરીને રથને પ્રસ્થાન કરાવ્યુ
- મુખ્યમંત્રી દ્વારા પહિંદવિધિની વર્ષો જુની પરંપરા આજેય યથાવત
- રથયાત્રા પૂર્વે વહેલી સવારે ગજન્નાથ મંદિરે મંગળા આરતી યોજાઈ
- પ્રતિ વર્ષની જેમ મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જોડાયા
- અમિત શાહે સહપરિવાર મંગળા આરતીનો લ્હાવો લઈ સાષ્ટાંગ પ્રણામ કર્યા
- “જય રણછોડ માખણ ચોરન”ના જયઘોષ સાથે અમદાવામાં રથયાત્રા નિકળી
અષાઢી બીજ એ ભારતીય હિન્દુ સંસ્કૃતિ માટે ખૂબ જ મહત્વનો દિવસ ગણાય છે કારણ કે સામાન્ય રીતે તો ભક્તો ભગવાના મંદિરે તેમના દર્શન માટે જતા હોય છે.પરંતુ આ અષાઢી બીજ એવો દિવસ છે કે ભગવાન ગજન્નાથજી મોટા ભાઈ બળભદ્રજી અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નિકળે છે અને ભક્તોને ઘરે બેઠો સામે ચાલીને દર્શન આપે છે.અને તેથી આ નિમિત્તે દેશના અનેક નાના-મોટા શહેરોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાય છે.
- પુરી બાદ દેશમાં બીજા નંબરની અમદાવાદની રથયાત્રા
અષાઢી બીજના દિવસે દેશમાં સૌથી જુની અને સોથી લાંબા સમય સુધી ચાલતી રથયાત્રા અને જગન્નાથપુરી ધામમા નિકળતી પુરીની રથયાત્રા ગણાય છે.તો પુરી બાદ દેશમાં બીજા નંબરની સૌથી જુની અને પરંપરાગત રથયાત્રા ગુજરાતમાં અમદવાદની રથયાત્રા માનવામા આવે છે.આ વર્ષે અમદાવાદમાં 147 મી રથયાત્રા નિકળી છે.જેના દર્શને લાખો લોકો ઉમટી પડ્યા છે.
- પહિંદવિધિ કરી મુખ્યમંત્રીએ કરાવ્યુ પ્રસ્થાન
રથયાત્રાને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરા અનુસાર પહિંદ વિધિ થકી પ્રસ્થાન કરાવ્યુ હતુ.તેમણે ભગવાનના રથ આગળ ચાલી સોનાની સાવરણીથી રસ્તાની સફાઈ કરી હતી મુખ્યમંત્રીની આ પ્રક્રિયાને પહિંદવિધિ કહેવાય છે પહેલાના જમાનામાં રાજા આ રીતે પહિંદવિધિ કરતા હતા.અને હવે લોકશાહી પદ્ધતિમાં મુખ્યમંત્રી પહિંદવિધિ કરી રથને પ્રસ્થાન કરાવે છે.આજે સવારે મુખ્યમંત્રી ભૂરેન્દ્ર પટેલે રથને ખેંચવાનો લ્હાવો પણ લીધો હતો.અને જય રણછોડ માખણ ચોરના જયઘોષ સાથે રથયાત્રાએ પ્રસ્થાન કર્યુ હતુ.જે અમદાવાદ શહેરના નિયત રૂટ પર પરિભ્રમણ કરશે.
- પ્રભાતે મંગળા આરતીમાં અમિત શાહ જોડાયા
રથયાત્રા પૂર્વે વહેલી સવારે અમદાવાદ જગન્નાથ મંદિરે ભગવાનની મંગળા આરતી થઈ હતી.જેમા કેન્દ્રિય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ જોડાયા હતા અને મંગળા આરતીનો લ્હાવો લીધો હતો. દર વર્ષે તેઓ વહેલી સવારે જ ભગવાન જગન્નાથની મંગળા આરતી ઉતારે છે. તેમની સાથે તેમનો પરિવાર પણ જોડાતો હોય છે.અમિત શાહે આરતી બાદ સાષ્ટાંગ પ્રણામ કરીને ભગવાન જગન્નાથના આશીર્વાદ લીધા હતા.
ગતરોજ ભગવાન જગન્નાથજીનો નેત્રોત્સવ યોજાયો અને રાત્રે ભગવાની મહાઆરતીમા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા.તેમણે મહાઆરતી સાથે સોનાવેશ મનોરથના દર્શનનો લોભ પણ લીધો હતો.અને ગુજરાત સહિત સમગ્ર દેશ અને દુનિયામાં શાંતિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
અષાઢી બીજે યોજાતી રથયાત્રાના પગલે વહેલી સવારથી જ જગન્નાથ મંદિરમાં ભક્તોનો જમાવડો થયો હતો.આ સમયે મંદિર જય જગન્નાથના નાદથી ગુંજ્યુ હતુ.અમિત શાહે આરતી બાદ સાષ્ટાંગ પ્રણામ કરીને ભગવાન જગન્નાથના આશીર્વાદ લીધા હતા.
SORCE : ગુજરાતી જાગરણ-TV 9 ગુજરાતી