હાઈલાઈટ્સ :
- અષાઢી બાજનો દિવસ હિન્દુ સંસ્કૃતિ માટે અતિ મહત્વનો
- આ દિવસે ભગવાન જગન્નાથજી નિકળે છે નગરચર્યાએ
- ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રા સાથે લોકોને આપે છે દર્શન
- ભક્તોને ઘરે બેઠા સામે ચાલીને ભગવાન પધારે છે દર્શન આપવા
- દેશની સૌથી જુની અને મોટી રથયાત્રા જગન્નાથ પુરીની રથયાત્રા
- અમદાવાદની બીજા નંબરની સૌથી જુની અમદાવાદની રથયાત્રા
- અમદાવાદમાં આજે 147 મી રથયાત્રા પરંપરાગત રીતે નિકળી
- બપોરે ભગવાન સરસપુર તેમના મામાના ઘરે પહોંચ્યા હતા
- મોસાળમાં ભગવાનનું જાજરમાન મામેરુ ભરવામાં આવ્યુ
અષાઢી બીજ એ ભારતીય હિન્દુ સંસ્કૃતિ માટે ખૂબ જ મહત્વનો દિવસ ગણાય છે કારણ કે સામાન્ય રીતે તો ભક્તો ભગવાના મંદિરે તેમના દર્શન માટે જતા હોય છે.પરંતુ આ અષાઢી બીજ એવો દિવસ છે કે ભગવાન ગજન્નાથજી મોટા ભાઈ બળભદ્રજી અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નિકળે છે અને ભક્તોને ઘરે બેઠો સામે ચાલીને દર્શન આપે છે.અને તેથી આ નિમિત્તે દેશના અનેક નાના-મોટા શહેરોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાય છે.
અષાઢી બીજના દિવસે દેશમાં સૌથી જુની અને સોથી લાંબા સમય સુધી ચાલતી રથયાત્રા અને જગન્નાથપુરી ધામમા નિકળતી પુરીની રથયાત્રા ગણાય છે.તો પુરી બાદ દેશમાં બીજા નંબરની સૌથી જુની અને પરંપરાગત રથયાત્રા ગુજરાતમાં અમદવાદની રથયાત્રા માનવામા આવે છે.આ વર્ષે અમદાવાદમાં 147 મી રથયાત્રા નિકળી છે.જેના દર્શને લાખો લોકો ઉમટી પડ્યા છે.
ત્યારે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કરીને ભગવાન જગન્નાથ મોટાભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રા સાથે સરસપુર કે જ્યાં તેમનુ મોસાળ ગણાય છે ત્યા પહોંચ્યા હતા.ત્યારે મોસાળ સરસપુરમાં મોટી સંખ્યામાં લોકોએ ભાણેજનુ ભવ્ય સામૈયુ કર્યુ હતુ.તો સરસપુરમાં ઠેર ઠેર ભંડારાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.તો મોસાળીયાએ ભગવાનનુ મોંઘેરુ જાજરમાન મામેરુ ભર્યુ હતુ.તો ભગવાન પણ ત્યા લાંબો સમય સુધી રોકાયા હતા.
SORCE :