હાઈલાઈટ્સ :
- રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભારતીય પ્રાંત પ્રચારક બેઠક
- 12 જુલાઈથી ઝારખંડના મુખ્યમંથક રાંચી ખાતે મળી બેઠક
- બેઠકમાં સરસંઘચાલક ડો.મોહનજી ભાગવત ઉપસ્થિત રહ્યા
- દેશભરના પ્રાંત પ્રચારક,સહપ્રાંત પ્રચારક બેઠકમા ઉપસ્થિત
- બેઠકમાં સંઘની વિભિન્ન સાંગઠનિક કાર્ય યોજનાની સમિક્ષા થશે
- રાંચીના સરલા બિરલા વિશ્વવિદ્યાલયમાં ત્રિ-દિવસીય બેઠક
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય “પ્રાંત પ્રચારક બેઠક” આજે ઝારખંડના રાંચીમાં શરૂ થઈ.આ બેઠક 14 જુલાઈના રોજ સાંજે 6 વાગ્યા સુધી ચાલશે.જેમા સરસંઘચાલક ડો.મોહનજી ભાગવત,સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબલેજી સહિત તમામ સહ-સરકાર્યવાહ,પ્રાંતીય પ્રચારકો અને સહ-પ્રાંતીય પ્રચારકો અને વિસ્તાર પ્રચારકો અને સહ-ક્ષેત્ર પ્રચારકો અને તમામ પ્રાંતોના અખિલ ભારતીય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્ય વિભાગ અને વિવિધ સંઘ પ્રેરિત સંગઠનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં આ વર્ષે યોજાયેલા સંઘ શિક્ષણ વર્ગો અને કાર્યકર વિકાસ વર્ગોની સમીક્ષા અને ઝાંખી, સંઘ શતાબ્દી કાર્ય વિસ્તરણ યોજનામાં અત્યાર સુધીમાં થયેલી પ્રગતિ, સામાજિક પરિવર્તનના પાંચ વિષયો પર અનુભવોનું આદાન-પ્રદાન અને તેના વિશે પણ ચર્ચા થશે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનની અખિલ ભારતીય પ્રાંચ પ્રચાકર બેઠકમાં સંઘની વિભિન્ન સાંગઠનિક કાર્ય યોજનાની સમિક્ષા કરવા માટે આ બેઠક મળશે.તો આગામી વર્ષે શતાબ્દિ વર્ષમાં દેશભરમા તમામ મંડળોમા ઓછામા ઓછા એક શાખા શરૂ કરવાની યોજના પર પણ ચર્ચા કરવામાં આવશે.રાંચીના સરલા બિરલા વિશ્વવિદ્યાલય પરિસરમાં આજે 12 થી મળેલી બેઠક 14 જુલાઈ સુધી ચાલશે.
સંઘની વર્ષમાં ત્રણ મહત્વની બેઠક મળતી હોય છે.તેમાંની એક એટલે પ્રાંત પ્રચારક બેઠક છે.આ બેઠકમા હાલમા જ સંપન્ન થયેલ પ્રશિક્ષણ વર્ગ તેમજ વિભિન્ન વિષયો પર ચર્ચા વિચારણા થશે.સાથે જ સંઘ સરચાલક ડો.મોહનજી ભાગવતના દેશઙમા યોજાનાર કાર્યક્રમો અંગે પણ ચર્ચા થશે.દેશભરમાં 73 હજાર શાખાઓ સંચાલિત કરવામા આવે છે.આગામી શતાબ્દિ વર્ષમાં દેશભરમા તમામ સંડળમા કમ સે કમ એક શાખા હોય,સાથે જ નગરોમાં સેવા વસ્તી સુધીના સંઘના સેવા કાર્યો,અલગ અલગ ધાર્મિક તેમજ સામાજીક સંગઠનો સાથે મળીને કાર્ય કરવાની યોજના બનશે.શારીરિક વિભાગ દ્વારા આ વર્ષે કેટલાક નવા સેલ પણ બનાવવામાં આવ્યા છે જેને શાખા સુધી પહોંચાડવામા આવશે.
વર્ષ 2025-26 એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનુ શતાબ્દિ વર્ષ છે ત્યારે આ વર્ષે સામાજીક પરિવર્તનના પાંચ ઉપક્રમને શાખા સ્તર સુધી અને સમાજ સુધી પહોંચાડવા માટે યોજના બનશે.શતાબ્દિ વર્ષના કાર્ય વિસ્તારની યોજનાને પૂર્ણ કરવા માટે દેશભરમા 3000 કાર્યકર્તા બે વર્ષમાં શતાબ્દિ વિસ્તારકના રૂપમાં છે.આ ત્રણ દિવસીય બેઠકમાં સમાજની સર્જન શક્તિને જોડીને સંઘ સમાજ પરિવર્તન કેવી રીતે કરી શકાય તે અંગે પણ વિચાર કરવામાં આવશે.સાથે જ સામાજીક જીવનના ખેટલાક વિષયો પર પણ ચર્ચા કરવામા આવશે.
SORCE :