સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન મંજૂર કર્યા છે. પરંતુ હાલ તે જેલમાંથી બહાર આવી શકશે નહીં. કેજરીવાલની ધરપકડ સામે EDએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જે બાદ સુપ્રીમ કોર્ટે કેજરીવાલની ધરપકડને પડકારતી અરજીનો મામલો મોટી બેંચને મોકલ્યો.
- હાઈલાઈટ્સ :
- અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ આપ્યા વચગાળાના જમીન
- કેજરીવાલના જમીન અરજી પર સુપરેકઔરતની નિર્ણય
- 21 માર્ચે ઈડીએ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી
- ચૂંટણી પ્રચાર માટે 21 દિવસ માટે જામીન મળ્યા હતા
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આજે સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. દિલ્હી લિકર પોલિસી કેસમાં ધરપકડ કરાયેલા અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન મંજૂર કર્યા છે. કેજરીવાલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કરવામાં આવેલી ધરપકડને કોર્ટમાં પડકારી હતી. જો કે હાલમાં અરવિંદ કેજરીવાલ સીબીઆઈ કેસમાં જેલમાં જ રહેવાના છે. દરમિયાન, આમ આદમી પાર્ટી (AAP)ના નેતાઓ પાર્ટી કાર્યાલયમાં બેઠક કરી રહ્યા છે.
EDએ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ દારૂ નીતિ મામલે મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. કેજરીવાલને જામીન આપતા કોર્ટે મામલો મોટી બેંચને મોકલી દીધો છે. જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે કેજરીવાલની અરજીને મોટી બેંચને મોકલી હતી.
અરવિંદ કેજરીવાલ જેલમાંથી બહાર નહીં આવે
અરવિંદ કેજરીવાલને મની લોન્ડરિંગ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળી ગયા હોવા છતાં તેઓ હજુ જેલમાંથી બહાર આવવાના નથી. તેનું કારણ એ છે કે 25 જૂને સીબીઆઈ દ્વારા દારૂ નીતિ કેસના સંબંધમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં કેજરીવાલને EDની ધરપકડ સામે દાખલ કરવામાં આવેલી અરજી પર જામીન મળી ગયા છે. આવી સ્થિતિમાં, જો તે જેલમાંથી બહાર આવવા માંગે છે, તો તેણે સીબીઆઈની ધરપકડ સામે પણ કોર્ટમાં જવું પડશે.
ચૂંટણી પ્રચાર માટે 21 દિવસ માટે જામીન મળ્યા હતા
21 માર્ચે ઈડીએ અરવિંદ કેજરીવાલની દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી. તે જ દિવસે તેણે દિલ્હી હાઈકોર્ટ પાસે પણ રાહત માંગી હતી, પરંતુ કોર્ટમાંથી કોઈ છૂટ ન મળતાં તપાસ એજન્સીએ દિલ્હીના સીએમની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ કેજરીવાલ તિહાર જેલમાં બંધ હતા. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે તેમને લોકસભા ચૂંટણી પ્રચાર માટે 10 મેના રોજ 21 દિવસ માટે વચગાળાના જામીન આપ્યા હતા.કેજરીવાલનો જામીનનો સમયગાળો 2 જૂને પૂરો થયો.