હાઈલાઈટ્સ :
- જમ્મુ-કાશ્મીરને લઈ કેન્દ્ર સરકારનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય
- કેન્દ્રીય ગૃહમંત્રાલયનો ઉપરાજ્યપાલને વધુ સત્તા આપવા નિર્ણય
- જમ્મુ-કાશ્મીરમા સંભવિત વિધાનસભા ચૂંટણી પૂર્વે સરકારનો નિર્ણય
- કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન અધિનિયમમા સંશોધન કર્યુ
- પોલીસ,સાર્વજનિક વ્યવસ્થા,અખિલ ભારતીય સેના સંબંધમા વધુ સત્તા
- હવે જ્મ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલને દિલ્હીના LG જેટલી જ સત્તા મળશે
જમ્મુ-કાશ્મીરને લઈ કેન્દ્ર સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.જેમા કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજ્યના ઉપરાજ્યપાલને વધુ અધિકારો પ્રદાન કરવા નિર્ણય કર્યો છે.
કેન્દ્રીય ગૃહમંત્રાલયે જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલની પ્રશાસનિક ભૂમિકાનો વ્યાપ વધારતા તેમના કામકાજના નિયમોમાં સંશોધન કર્યુ છે.આ સંશોધન હેઠળ પોલીસ,સાર્વજનિક વ્યવસ્થા,અખિલ ભારતીય સેના સંબંધિત મામલામાં LG ને વધુ સત્તા સાથેના અધિકાર આપવામાં આવ્યા છે.
જમ્મુ-કાશ્મીરમા સંભવિત વિધાનસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે રાજ્યના ઉપરાજ્યપાલની સત્તા વધારવા અને તેમને વધુ અધિકાર આપવા માટે જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન અધિનિયમમા સંશોધન કરીને ગૃહમંત્રાલયે જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ 2019ની ધારા 55 હેઠળ સંશોધિત નિયમને અધિસૂચિત કર્યો છે.જેમાં LG ને વધુ સત્તા આપતી ધારાઓ ઉમેરવામા આવી છે.
જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ,2019 ની ધારા 55 અંતર્ગત સંશોધિત નિયમોમા જે બિંદુઓ ઉમેરવામાં આવ્યા છે તેની વાત કરીએ તો….
42 A – આ અંતર્ગત કોઈ પણ પ્રસ્તાવ જેના માટે અધિનિયમ હેઠળ પોલીસ,સાર્વજનિક વ્યવસ્થા,અખિલ ભારતીય સેવા અને નિરોધક બ્યૂરો એટલે ACB ના સંબંધમાં નાણી વિભાગની પૂર્વ સહમતી જરૂરી છે,ત્યાં સુધી સ્વિકૃત કે અસ્વિકૃત નહી કરી શકાય કે જ્યાં સુધી તેને મુખ્ય સચિતના માધ્યમથી ઉપરાજ્યપાલ સમક્ષ ન રાખવામાં આવ્યુ હોય.
42 B – – અભિયોજન સ્વિકૃતિ આપવાથી અથવા ન અસ્વિકાર કરવા અથવા અપિલ દાખલ કરવા સંબંધમાં કોઈ પણ પ્રસ્તાવ વિધિ વિભાગ દ્વારા મુખ્ય સચિવના માધ્યમથી ઉપરાજ્યપાલ સમક્ષ રાખવામા આવશે.
વધુ જાણવા જેવુ એ પણ છે કે 5 ઓગસ્ટ 2019 નો રોજ સંવિધાનના અનુચ્છેદ 370 હેઠળ જમ્મુ-કાશ્મીર ને આપવામાં આવેલ વિશેષ દરજ્જો રદ્દ કરી દીધો હતો.અને તે ઉપરાંત પૂર્વવર્તી રાજ્યનો બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજીત કરવામા આવ્યા હતા જેથી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનો સમાવેશ થાય છે.તેમાથી લદ્દાખમાં વિધાનસભા નથી.
જોકે જ્યારથી જમ્મુ-કાશ્મીરની પુનર્ગઠન થયુ ત્યારથી ત્યા વિધાનસભા ચૂંટણી યોજાઈ નથી.પરંતુ જ્યારે પણ ચૂંટણી થશે અને નવી સરકારની રચના થશે તો ચૂંટાયેલી સરકારથી વધુ સત્તા ઉપરાજ્યપાલ પાસે રહેશે નોંધનિય બાબત એ છે કે જ્મ્મુ-કાશ્મીરના LG ને એવી જ સત્તા આપવામાં આવી રહી છે જે હાલ દિલ્હીના LG પાસે છે.
SORCE : આજતક