હાઈલાઈટ્સ :
- NEET-UG 2024 મામલે સુપ્રીમ કોર્ટમા હાથ ધરાઈ સુનાવણી
- સમગ્ર પરિણામ ઓનલાઈન અપલોડ કરવા SCનો NTA ને આદેશ
- શનિવારે બપોરે 12 વાગ્યા સુધીમાં ઓનલાઈન અપલોડ કરવા તાકીદ
- SC એ કહ્યુ કે કાઉન્સેલિંગમા થોડી વાર લાગશે હવે સોમવારે સુનાવણી
- 23 લાખ મેડિકલ ઈચ્છુકો રાહ જોઈ રહ્યા છે : ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા
NEET-UG 2024 મામલે સુનાવણી કરતા દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટે સમગ્ર પરિણામ ઓનલાઈન અપલોડ કરવા NTA ને આદેશ કર્યો છે.
સુપ્રીમ કોર્ટે NEET-UG 2024 અંગે સુનાવણી હાથ ધરતા આજે ગુરૂવારે NTA ને આદેશ કર્યો છે કે તમામ વિદ્યાર્થીઓના પરિણામ શહેર તેમજ કેન્દ્ર મુજબ આગામી શનિવારે બપોરે 12 વાગ્યા સુધીમાં ઓનલાઈન અપલોડ કરવામા આવે.કોર્ટે સોમવાર સુધી કાઉન્સેલિંગ પર સ્ટે આપવા ઈનકાર કર્યો,SC એ કહ્યુ કાઉન્સેલિંગમા થોડી વાર લાગશે અને તે 24 જુલાઈ આપપાસ શરૂ થશે.CJI એ જણાવ્યુ કે સોમવારે જ સુનાવણી કરીશુ.
NEET-UG 2024 પરીક્ષા રદ્દ થશે કે નહી ? તે અંગે લાંબી ચર્ચા પછી પણ 23 લાખ મેડિકલ ઈચ્છુકો આ સવાલના જવાબની રાહ જોઈ રહ્યા છે.સુનાવણી દરમિયાન અજદારોની ન્યૂમતમ સંખ્યા,IIT મદ્રાસનો રિપોર્ટ,પેપરમાં ક્યારે અને કેવી રીતે ગેરરીતિ આચરાઈ,કેટલા સોલ્વર્સ પકડાયા,પુન : તપાસની માંગ અને પેપરમા થયેલી ગેરરીતિઓની સંપૂર્ણ સમયરેખા વગેરે બાબતે ચર્ચા કરવામા આવી,તો હવે ઉમેદવારોએ 22 જુલાઈને સોમવારે યોજાનાર NEET વિવાદ પર સુનાવણીની રાહ જોવી જ રહી.
નોંધનિય છે કે ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડ,જસ્ટિસ જે.બી.પારડવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચે ગુરૂવારે 40 થી વધુ અરજીઓ પર સુનાવણી કરી તેમાં પરીક્ષા રદ્દ કરવી,પુન:પરીક્ષા અને NEET-UG 2024 ના આચરણમા કથિત ગેરરીતિઓની તપાસ અને NEET વિવાદ પર વિવિધ ઉચ્ચ અદાલતોમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સિ સામે પડતર કેસોની ટ્રાન્સફરનો સમાવેશ હતો.ત્યારે હવે 22 જુલાઈને સોવવાર સુધી વિદ્યાર્થીઓએ રાહ જોવી પડશે.
SORCE : આજતક