હાઈલાઈટ્સ :
- મહિલા ડોક્ટર પર દુશ્કર્મ અને હત્યાની ઘટનાથી સમગ્ર દેશમાં ભારે રોષ
- પશ્ચિમ બંગાળની મમતા બેનરજી સરકાર પર HC નીઆકરી ટીપ્પણી
- મહિલા ડોક્ટર દુશ્કર્મ-હત્યા કેસ મામલે હવે રાજકારણ પણ ગરમાયુ
- ભારતીય જનતા પાર્ટીએ તૃણમૂલ સરકાર પર ઉઠાવ્યા ગંભીર સવાલ
- સમગ્ર ઘટનામાં ગુનેગારોને રક્ષણ આપવામાં આવ્યું તે દુઃખદ : ભાજપ
- પશ્ચિમ બંગાળમાં જે થઈ રહ્યું છે તે નિર્ભયા પાર્ટ-2થી ઓછું નથી : ભાજપ
આર.જી. કાર મેડિકલ કોલેજની મહિલા ડોક્ટર પર દુશ્કર્મ અને હત્યાની ઘટનાને લઈ હવે રાજકારણ પણ ગરમાયુ છે.જેમા ભારતીય જનતા પાર્ટીએ તૃણમૂલ સરકાર પર સવાલો ઉઠાવ્યા હતા.
એક તરફ આર.જી. કાર મેડિકલ કોલેજની મહિલા ડોક્ટર પર દુશ્કર્મ અને હત્યાની ઘટનાથી સમગ્ર દેશમાં ભારે રોષ છે. તો વળી કોલકાતા હાઈકોર્ટે આ મામલે કડકાઈ બતાવી અને પશ્ચિમ બંગાળની મમતા બેનરજી સરકાર પર આકરી ટીપ્પણી કરતાં હાઈકોર્ટે કેસની કેસ ડાયરી મંગાવી છે.ત્યારે આ મામલે હવે રાજકારણ પણ ગરમાયુ છે.
આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની ઘટના મામલે ભારતીય જનતા પાર્ટી પણ આકરા અંદાજમાં જોવો મળે છે.અને મમતા સરકાર પર આકરા પ્રહાર પણ ભાજપ કરી રહ્યુ છે.જેમા ભાજપ સાંસદ સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે “જે રીતે કોલકાતાની ઘટનામાં ગુનેગારોને રક્ષણ આપવામાં આવ્યું તે વધુ દુઃખદ છે. જે રીતે પ્રિન્સિપાલ (આરજી દ્વારા)ને 24 કલાકની અંદર અન્ય કોઈ કૉલેજના પ્રિન્સિપાલ બનાવવામાં આવ્યા તે આશ્રય દર્શાવે છે.
તેમણે વધુમાં સવાલ ઉઠાવતા ઉમેર્યુ કે ” બંગાળ સરકારને આજે હું પૂછવા માંગુ છું કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શા માટે તે પ્રિન્સિપાલ પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે . હું ટીએમસી સરકારને સીધો પ્રશ્ન કરું છું કે કેમ આટલા દિવસો આપવામાં આવે છે,જેમ કે આપણે જોયું છે.સંદેશખાલીની ઘટના.તપાસ દેશની સર્વોચ્ચ તપાસ એજન્સી CBI ને કેમ ન સોંપવામાં આવી? જે રીતે ભારત ગઠબંધનના તમામ લોકો એકસાથે છે,તે પ્રિયંકા ગાંધી ક્યાં છે જે કહેતા હતા કે તે એક છોકરી અને લડી શકે છે,પણ હાલ તેમના હોઠ સીલ છે.”
તો વળી ભાજપ નેતા શહજાદ પૂનાવાલાએ કહ્યું, “મમતા બેનર્જી અને ટીએમસીની દેખરેખમાં બંગાળમાં જે થઈ રહ્યું છે તે નિર્ભયા પાર્ટ-2થી ઓછું નથી. સ્પષ્ટ છે કે આ બળાત્કારનો નહીં, પરંતુ સામૂહિક બળાત્કારનો કેસ છે.આ સાબિતી છે.”ટીએમસી સાથેના જોડાણને કારણે માત્ર એક જ આરોપીની ધરપકડ કરવામાં આવી છે તે દર્શાવતા, તૃણમૂલની નજીકના લોકો કંઈક છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.”
SORCE :