Friday, May 16, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

ગુજરાતના હવામાનને લઈ મહત્વના સમાચાર,આગામી 21 મે સુધી માવઠાની આગાહી

રાજ્યના હવામાન વિભાગે આગામી 6 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી

ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં બે-ત્રણ દિવસથી છૂટો છવાયો પડી રહ્યો છે કમોસમી વરસાદ

સૌરાષ્ટ્ર ઉપરાંત મધ્ય ગુજરાત,ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું થઈ શકે

કમોસમી વરસાદના પગલે રાજ્યના ખેડૂતોને માવઠાનો માર સહન કરવો પડી શકે

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home જનરલ

વિકસિત ભારત@2047ના સંકલ્પમાં પોર્ટ લેડ ડેવલોપમેન્ટ અને શિપ રિસાયક્લીંગ ઉદ્યોગોના વિકાસથી વિકસિત ગુજરાત બનાવીશું : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ભાવનગરના અલંગ ખાતે શીપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન એટલે કેSRIA દ્વારા આયોજિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સન્માન સમારોહ યોજાયો.આ અવસરે મુખ્યમંત્રીના હસ્તે ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા નિર્મિત GPOFMS પોર્ટલનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતુ.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Aug 25, 2024, 10:33 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હાઈલાઈટ્સ :

  • ભાવનગર SRIA દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સન્માન સમારોહ
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિકસિત ભારત@2047નો રહ્યો છે સંકલ્પ
  • પોર્ટ લેડ ડેવલોપમેન્ટ-શિપ રિસાયક્લીંગ ઉદ્યોગોથી વિકસિત ગુજરાત
  • અલંગની પ્રગતિને ગતિ આપવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ : CM
  • વાયબ્રન્ટ ગુજરાત સમિટ થકી વિશ્વની ટોચની ઇન્ડસ્ટ્રીઝ ગુજરાતમાં
  • CM ના હસ્તે ગુજરાત મેરિટાઇમ બોર્ડ નિર્મિત GPOFMS પોર્ટલનું લોન્ચિંગ

]      ભાવનગરના અલંગ ખાતે શીપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન એટલે કેSRIA દ્વારા આયોજિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સન્માન સમારોહ યોજાયો.આ અવસરે મુખ્યમંત્રીના હસ્તે ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા નિર્મિત GPOFMS પોર્ટલનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતુ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધનમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત@2047ના સંકલ્પમાં પોર્ટ લેડ ડેવલોપમેન્ટ અને શિપ રિસાયક્લીંગ ઉદ્યોગોના વિકાસથી વિકસિત ગુજરાત બનાવવાનો રાજ્ય સરકારનો ધ્યેય છે.નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ગુજરાતે કાર્ગો પોર્ટ સંચાલન, સી-ફૂડ ઉત્પાદન અને શિપ રિસાઇક્લીંગ ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ કર્યો છે.આવનારા સમયમાં અલંગ ખાતે ગ્રીન શિપ રિસાયકલીંગને પ્રોત્સાહન આપીને કાર્બન ફૂટપ્રિન્ટમાં લગભગ 90 ટકા ઘટાડો કરવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે.એમ તેમણે ઉમેર્યું હતું.

વાયબ્રન્ટ ગુજરાત સમિટ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિની પ્રશંસા કરતા તેમણે ઉમેર્યું કે, 2003માં શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત સમિટને પરિણામે દુનિયાભરની ટોચની ઇન્ડસ્ટ્રીઝ ગુજરાતમાં કાર્યરત છે.અલંગનું શીપ બ્રેકીંગ યાર્ડ પણ વિશ્વસ્તરીય સુવિધાઓથી સજ્જ બને તે માટે અહીંના ઉદ્યોગકારોને નડતી નાની-મોટી સમસ્યાઓ નિવારવા અને અલંગની પ્રગતિને ગતિ આપવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.આ ઉપરાંત પોર્ટનો વિસ્તાર વધારવા માટે સરકારે તલસ્પર્શી આયોજન કર્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

ગરીબો અને વંચિતોના વિકાસને સરકારનો ધ્યેય ગણાવતા મુખ્યમંત્રીએ કહ્યં કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના દરેક નાગરિક માટે ભોજન,આવાસ અને આરોગ્યની ચિંતા કરી છે.જેના પરિણામે ગુજરાત વિકાસના રોલ મોડલ અને ગ્રોથ એન્જીન તરીકે આગળ વધી રહ્યું છે.તમામ નાગરિકોને પડતી મુશ્કેલીઓનું યોગ્ય અને ત્વરિત નિરાકરણ લાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

સેમિકન્ડકરના ઉત્પાદનમાં ભારતના પદાર્પણનો શ્રેય વડાપ્રધાન મોદીને આપી તેમણે ઉમેર્યું કે, દેશમાં સેમિકન્ડકર ચીપના ઉત્પાદન માટે ભૂતકાળમાં અનેક વડાપ્રધાનોએ પ્રયાસ કર્યા.પરંતુ સફળતા માત્ર નરેન્દ્ર મેોદીને મળી. તેમના દિશાદર્શનમાં ધોલેરા અને સાણંદ ખાતે પ્લાન્ટ નિર્માણ ચાલી રહ્યું છે.જે આવનારા સમયમાં ટેક્નોલોજી ક્ષેત્રે ક્રાંતિનું માધ્યમ બનશે એમ પણ તેમણે ઉમેર્યું હતું.

આજના અવસરે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબહેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, શીપ બ્રેકીંગ અને રિસાયકલિંગ માટે અનુકૂળ અલંગનો દરિયાકિનારો એ કુદરતની અમૂલ્ય ભેટ છે.અહીંના તમામ ઉદ્યોગને વેગવાન બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર અસરકારક પ્રયાસ કરી રહી છે.જેના માટે ભાવનગરના જનપ્રતિનિધિ તરીકે વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો તેમણે આભાર માન્યો હતો.

Tags: BHAVNAGARBhupendra patelCM GUJARATGOVERMENT OF GUJARATGOVERMENT OF INDIAPm ModiSRIA
ShareTweetSendShare

Related News

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત
ક્રાઈમ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?
આંતરરાષ્ટ્રીય

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ
ક્રાઈમ

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ

Latest News

ગુજરાતના હવામાનને લઈ મહત્વના સમાચાર,આગામી 21 મે સુધી માવઠાની આગાહી

રાજ્યના હવામાન વિભાગે આગામી 6 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી

ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં બે-ત્રણ દિવસથી છૂટો છવાયો પડી રહ્યો છે કમોસમી વરસાદ

સૌરાષ્ટ્ર ઉપરાંત મધ્ય ગુજરાત,ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું થઈ શકે

કમોસમી વરસાદના પગલે રાજ્યના ખેડૂતોને માવઠાનો માર સહન કરવો પડી શકે

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.