હાઈલાઈટ્સ
- મણિપુરમાં ફરી હિંસા
- જીરીબામમાં ફાયરિંગ થતા 5 ના મોત
- ઊંઘી રહેલા વ્યક્તિ પર ગોળીબાર કરતા હિંસા ફાટી નીકળી
મણિપુર પોલીસના જણાવ્યા અનુસાર, એક વ્યક્તિ જ્યારે ઊંઘી રહ્યો હતો ત્યારે અજાણ્યા હુમલાખોરોએ તેની ગોળી મારીને હત્યા કરી હતી. ત્યારબાદ થયેલા ગોળીબારમાં અન્ય ચાર સશસ્ત્ર માણસો માર્યા ગયા હતા.
મણિપુરના જીરીબામ જિલ્લામાં ગોળીબારમાં પાંચ લોકોના મોત થયા છે. આ ઘટના શનિવારે સવારે જીરીબામ જિલ્લા મુખ્યાલયથી છ કિલોમીટર દૂર બની હતી. મણિપુર પોલીસના જણાવ્યા અનુસાર, એક વ્યક્તિ જ્યારે ઊંઘી રહ્યો હતો ત્યારે અજાણ્યા હુમલાખોરોએ તેની ગોળી મારીને હત્યા કરી હતી. ત્યારબાદ થયેલા ગોળીબારમાં અન્ય ચાર સશસ્ત્ર માણસો માર્યા ગયા હતા.
મળતી માહિતી મુજબ, આતંકવાદીઓ અવાવરુ વિસ્તારમાં એકલા રહેતા એક વ્યક્તિના ઘરમાં ઘૂસી ગયા હતા અને તે સૂતા હતા ત્યારે તેને ગોળી મારીને હત્યા કરી દીધી હતી. હત્યા બાદ પહાડીઓમાં બે સમુદાયના સશસ્ત્ર માણસો વચ્ચે ભારે ગોળીબાર થયો હતો, જેમાં ત્રણ આતંકવાદીઓ સહિત કુલ ચાર લોકો માર્યા ગયા હતા. ઘટના બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારની નાકાબંધી કરી દીધી છે.