હાઈલાઈટ્સ
- અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ બે દિવસ માટ ભારતની મુલાકાતે
- મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદીને પણ મળશે
- મોદી સાથેની મુલાકાત દરમિયાન તેઓ દ્વિપક્ષીય સહયોગના ઘણા ક્ષેત્રો પર ચર્ચા કરશે
- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવાનો પણ કાર્યક્રમ છે
- મંગળવારે એક બિઝનેસ ફોરમમાં ભાગ લેવા માટે મુંબઈ જશે
વડાપ્રધાન મોદી સાથેની મુલાકાત દરમિયાન તેઓ દ્વિપક્ષીય સહયોગના ઘણા ક્ષેત્રો પર ચર્ચા કરશે. તેમનો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવાનો પણ કાર્યક્રમ છે. તેઓ મંગળવારે એક બિઝનેસ ફોરમમાં ભાગ લેવા માટે મુંબઈ જશે.
અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન ભારતની સત્તાવાર મુલાકાતે છે. ક્રાઉન પ્રિન્સ તરીકે આ તેમની પ્રથમ ભારત મુલાકાત છે. તેઓ ગઈકાલે નવી દિલ્હી પહોંચ્યા હતા. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે તેમનું સ્વાગત કર્યું હતું. ક્રાઉન પ્રિન્સ આજે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે.
#WATCH दिल्ली: अबू धाबी के प्रिंस शेख खालिद बिन मोहम्मद बिन जायद अल नाहयान दिल्ली पहुंचे। इस दौरान केंद्रीय मंत्री पीयूष गोयल ने उनका स्वागत किया। pic.twitter.com/EmpSX1QplC
— ANI_HindiNews (@AHindinews) September 8, 2024
યુએઈ સરકારના અનેક મંત્રીઓ અને એક બિઝનેસ ડેલિગેશન પણ ક્રાઉન પ્રિન્સ સાથે છે. વડાપ્રધાન મોદી સાથેની મુલાકાત દરમિયાન તેઓ દ્વિપક્ષીય સહયોગના ઘણા ક્ષેત્રો પર ચર્ચા કરશે. તેમનો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવાનો પણ કાર્યક્રમ છે. તેઓ મંગળવારે એક બિઝનેસ ફોરમમાં ભાગ લેવા માટે મુંબઈ જશે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારત અને UAE વચ્ચે ઐતિહાસિક રીતે ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધો છે. તાજેતરના વર્ષોમાં, ભારત અને UAE વચ્ચેની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી રાજકારણ, વેપાર, રોકાણ, કનેક્ટિવિટી, ઉર્જા, ટેકનોલોજી, શિક્ષણ અને સંસ્કૃતિ સહિતના અનેક ક્ષેત્રોમાં ગાઢ બની છે. ક્રાઉન પ્રિન્સની મુલાકાત ભારત-UAE દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરશે અને નવા અને ઉભરતા ક્ષેત્રોમાં ભાગીદારી માટેના માર્ગો ખોલશે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં UAEની મુલાકાત લીધી હતી. તેમણે UAEના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે ભારત-UAE દ્વિપક્ષીય સંબંધોની ચર્ચા કરી અને આઠ કરારોના આદાનપ્રદાનના સાક્ષી બન્યા.