હાઈલાઈટ્સ
- ગાંધીનગરમાં પાંચમાં ડેકોરાઇઝ-2024 એક્ઝિબિશનનો પ્રારંભ
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજથી ડેકોરાઇઝ-2024 એક્ઝિબિશનનો પ્રારંભ
- દેશના વિવિધ રાજ્યોની 250થી વધુ ડેકોરેશન એન્ડ ઇવેન્ટ કંપનીઓ પ્રદર્શનમાં સહભાગી બનશે
- ગાંધીનગર ખાતે ડેકોરાઇઝ-2024 એક્ઝિબિશન આજથી 3 દિવસ માટે ચાલશે
- ગુજરાતના 30માં વાર્ષિક અધિવેશનમાં ત્રણ વ્યક્તિ વિશેષોનું લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી મુખ્યમંત્રી દ્વારા સન્માન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડેકોરાઈઝ વેલફેર એસોસિએશન અમદાવાદના સહયોગથી ગાંધીનગરમાં યોજાઈ રહેલા ત્રિ-દિવસીય પાંચમાં ડેકોરાઈઝ-2024 પ્રદર્શનનું ઉદઘાટન કર્યું.
મંડપ હાયરર્સ ઈલેક્ટ્રિકલ એસોસિએશન ગુજરાતના 30માં વાર્ષિક અધિવેશનમાં ત્રણ વ્યક્તિ વિશેષોનું લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી મુખ્યમંત્રી દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતુ
ઇવેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસના આ વિશાળ પ્રદર્શનમાં દેશના વિવિધ રાજ્યોની 250થી વધુ ડેકોરેશન એન્ડ ઇવેન્ટ કંપનીઝ પોતાની નવી ઇનોવેટિવ પ્રોડક્ટ સાથે સહભાગી થઈ છે. મેરેજ, કોર્પોરેટ, ગવર્મેન્ટ અને રિલિજિયસ, સોશિયલ ઇવેન્ટમાં આ નવીન પ્રોડક્ટ અને ઇનોવેશનના ઉપયોગ અંગેનું નિદર્શન પ્રદર્શનમાં જોવા મળશે. પાંચમી ડેકોરાઇઝ-2024 એક્ઝિબિશન ગાંધીનગર ખાતે આજથી સતત ત્રણ દિવસ સુધી ચાલુ રહેશે. ગાંધીનગરમાં યોજાયેલ આ કાર્યક્રમનો આનંદ લોકો આજથી સતત ત્રણ દિવસ સુધી માણી શકશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રદર્શન સાથે જ મંડપ હાયરર્સ ઈલેક્ટ્રિકલ એસોસિયેશન ગુજરાતના 30માં વાર્ષિક અધિવેશનનો પણ પ્રારંભ કરાવ્યો હતો જે દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રદર્શનના અલગ-અલગ સ્ટોલ્સની મુલાકાત પણ લીધી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મુલાકાત દરમિયાન એસોસિએશનના ત્રણ વરિષ્ઠ સભ્યોનું લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી ગૌરવ સન્માન પણ કર્યું હતું. નટુભાઈ ભટ્ટ ,સમીર શાહ અને સ્વ. જગદીશભાઈ ભાવસાર એમ આ ત્રણ લોકોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ગાંધીનગરમાં પાંચમાં ડેકોરાઇઝ-2024 એક્ઝિબિશનના પ્રારંભના કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરના ધારાસભ્ય શ્રીમતી રીટાબહેન, મેયર શ્રીમતી મીરાબહેન, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ગૌરાંગભાઈ તેમજ એસોસિએશનના પ્રમુખ સેક્રેટરી અને ખજાનચી તથા એક્ઝિક્યુટિવ મેમ્બર્સ હાજર રહ્યા હતા.