હાઈલાઈટ્સ
- હિંદુ સમાજની સહિષ્ણુતા હવે નબળી પડી રહી છે : બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી
- જો વક્ફ બોર્ડ હોઈ શકે તો હિન્દુ બોર્ડ કેમ નહીં? : બાબા બાગેશ્વર
- આપણે આપણી સુરક્ષા અને ધાર્મિક સ્વતંત્રતા માટે સંગઠિત થવાની જરૂર છે : બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી
બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું, હિંદુ સમાજની સહિષ્ણુતા હવે નબળી પડી રહી છે, અને આપણે આપણી સુરક્ષા અને ધાર્મિક સ્વતંત્રતા માટે સંગઠિત થવાની જરૂર છે.
મંગળવારે બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી (બાગેશ્વર બાબા) ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યા જ્યારે તેમણે ભારત સરકાર પાસે સનાતન હિંદુ બોર્ડની રચનાની માંગણી કરી અને તેમના નિવેદનથી મૌલાનાઓમાં ખળભળાટ મચી ગયો. તેમણે તેમના સમર્થકો સમક્ષ પ્રશ્ન ઉઠાવ્યો કે જ્યારે દેશમાં વકફ બોર્ડ હોઈ શકે છે તો હિન્દુ સમાજ માટે સમર્પિત બોર્ડ કેમ ન હોઈ શકે? આ નિવેદન સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યું છે.
હિન્દુ બોર્ડની માંગ શા માટે?
હિંદુ સમાજ માટે સંગઠનાત્મક માળખાની જરૂરિયાત પર ભાર મૂકતા, મધ્યપ્રદેશના છતરપુરમાં પ્રસિદ્ધ બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું, “હિંદુ સમાજ વિરુદ્ધ ષડયંત્ર અને છેતરપિંડી કરી રહેલી શક્તિઓને રોકવી જોઈએ. બાગેશ્વર બાબાએ કહ્યું કે વક્ફ બોર્ડની તર્જ પર હિન્દુ સમાજ માટે એવું બોર્ડ હોવું જોઈએ, જે તેમના ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક અધિકારોનું રક્ષણ કરી શકે.
બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ આ મુદ્દા પર ભાર મૂકતા કહ્યું કે, “હિન્દુ સમાજની સહિષ્ણુતા હવે નબળી પડી રહી છે, અને આપણે આપણી સુરક્ષા અને ધાર્મિક સ્વતંત્રતા માટે સંગઠિત થવાની જરૂર છે.”
બાગેશ્વર બાબાએ વધુમાં જણાવ્યું હતું કે તાજેતરમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે જૈન બોર્ડ સાથે ચર્ચા કરી છે. આવી સ્થિતિમાં જ્યારે દેશમાં વક્ફ બોર્ડની રચના થઈ શકે છે, તો પછી સનાતન ધર્મના અનુયાયીઓ માટે હિન્દુ બોર્ડની રચના કેમ ન થઈ શકે? બાબાએ આ મુદ્દો ઉઠાવ્યો અને ભારત સરકાર પર સવાલ ઉઠાવ્યા અને હિન્દુ સમાજ માટે એક પ્લેટફોર્મની જરૂરિયાત પર ભાર મૂક્યો.
NCERT પુસ્તક સામે બાગેશ્વર બાબાનો વિરોધ
આ પહેલીવાર નથી જ્યારે બાગેશ્વર બાબાએ કોઈ મુદ્દે અવાજ ઉઠાવ્યો હોય. અગાઉ, તેમણે મધ્યપ્રદેશમાં NCERT ધોરણ 3 પર્યાવરણ પુસ્તકના પ્રકરણ ‘ચિઠ્ઠી આયી હૈ’ સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો. બાબાએ દાવો કર્યો હતો કે આ પ્રકરણ દ્વારા લવ જેહાદને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, અને પ્રશ્ન ઉઠાવ્યો કે હિંદુ દીકરીઓને પ્રાયોજિત રીતે લવ જેહાદમાં ફસાવવામાં આવી રહી છે.
બાબાના આ નિવેદન બાદ આ મામલો વધુ ગરમાયો છે અને ઘણા વાલીઓએ પણ તેની સામે અવાજ ઉઠાવ્યો છે. ખજુરાહોના રહેવાસી ડૉ.રાઘવ પાઠકે આ મુદ્દે પ્રશાસનને ફરિયાદ નોંધાવી હતી, જે બાદ મામલો વધુ વેગ પકડ્યો છે.