હાઈલાઈટ્સ
- India Vs Bangladesh T-20 સિરીઝની પ્રથમ મેચમાં ભારતની શાનદાર જીત
- ભારેતે બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું
- ભારતીય બોલરોએ બાંગ્લાદેશની ટીમને 127 રનમાં ઓલઆઉટ કરી દીધી
ભારતે પહેલા ફિલ્ડિંગ લેતા ભારતીય બોલરોએ બાંગ્લાદેશની ટીમને 127 રનમાં ઓલઆઉટ કરી દીધી. આ પછી, ભારતીય બેટ્સમેનોએ 49 બોલ બાકી રહેતા 128 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. હાર્દિક પંડ્યાએ સિક્સર ફટકારીને ટીમને જીત તરફ દોરી હતી.
128 રનના લક્ષ્યનો પીછો કરવા આવેલી ભારતીય ટીમ ઉતાવળમાં હતી અને અભિષેક શર્મા અને સંજુ સેમસને ઝડપથી રન બનાવવાનું શરૂ કર્યું હતું. જોકે અભિષેક જલ્દી જ રનઆઉટ થયો હતો. તેણે 7 બોલમાં 2 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 16 રન બનાવ્યા, સંજુએ 19 બોલમાં 29 રન બનાવ્યા. સંજુએ પોતાની ઇનિંગમાં 6 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે કેપ્ટન સૂર્યકુમાર યાદવે 14 બોલમાં 29 રન બનાવ્યા હતા. આ દરમિયાન સૂર્યાએ 3 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા. અંતમાં પંડ્યાએ 16 બોલમાં અણનમ 39 રન અને નીતિશ રેડ્ડીએ અણનમ 16 રન ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો. ભારતે 11.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. બાંગ્લાદેશ તરફથી મુસ્તાફિઝુર રહેમાન અને મેહદી હસન મિરાજને એક-એક સફળતા મળી હતી.
આ પહેલા ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમે 19.5 ઓવરમાં ઓલઆઉટ સુધી 127 રન બનાવ્યા હતા. આ દરમિયાન મેહદી હસન મિરાજે 35 રનની સારી ઇનિંગ રમી હતી. તેણે 32 બોલનો સામનો કર્યો અને 3 ચોગ્ગા ફટકાર્યા. ઝાકિર અલીએ એક સિક્સરની મદદથી 8 રન બનાવ્યા હતા. કેપ્ટન શાંતોએ 25 બોલમાં 27 રનનું યોગદાન આપ્યું હતું. અંતે તસ્કીન અહેમદના 12 રન અને પરવેઝ હુસૈનના 8 રનની મદદથી ટીમ 127 સુધી પહોંચી શકી હતી. ભારત તરફથી અર્શદીપ સિંહ અને વરુણ ચૌધરીએ 3-3 વિકેટ લીધી હતી. જ્યારે મયંક યાદવ, હાર્દિક પંડ્યા અને વોશિંગ્ટન સુંદરને 1-1 સફળતા મળી હતી.